GSTV
Gujarat Government Advertisement

શેર બજાર / આ કંપનીએ શેરહોલ્ડરોને બનાવી દીધા માલામાલ, એક વર્ષમાં આપ્યું 900 ટકાથી વધુ રિટર્ન

Last Updated on June 10, 2021 by Zainul Ansari

શેર બજારમાં ઘણી એવી તક આવે છે, જ્યારે કંપનીના શેરોની પરફોર્મન્સ હેરાન કરી દે છે. એવી જ એક કંપની છે Magma Fincorp. મુંબઈ બેઝ્ડ આ non banking financial companyએ તેના રોકાણકારોને માત્ર એક વર્ષમાં જ 919 ટકા રિટર્ન આપ્યું છે.

Magma Fincorpએ આપ્યું 900 ટકા રિટર્ન

Magma Fincorpના શેરના ભાવ આજથી એક વર્ષ પહેલા 8 જૂન 2020ના રોજ 15.30 રૂપિયા પ્રતિ શેર હતા. BSE પર બુધવારે તે 156.25 રૂપિયા સુધી ઉછળ્યા અને 155.80 પર બંધ થયા. આ કંપનીએ માત્ર એક વર્ષમાં 900 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. એટલે જો કોઇએ એક વર્ષ પહેલા Magma Fincorpના સ્ટોકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યુ હશે, તો તેની પાસે આજે 10.21 લાખ રૂપિયા હશે.

Magma Fincorpએ સૌને પાછળ છોડ્યા

આ અવધિમાં જો સરખામણી કરીએ તો સેંસેક્સે 52.16 ટકા રિટર્ન આપ્યું છે. જ્યારે Magma Fincorpના શેરોએ માત્ર આ વર્ષે 290.63 ટકાનું રિટર્ન આપ્યું છે. ગત એક વર્ષમાં આ કંપનીએ રિટર્નના મામલે તેની હરિફ કંપનીઓને ઘણી પાછળ છોડી દીધી છે. Bajaj Financeના શેરોમાં વર્ષભરમાં 129.6 ટકાનો ઉછાળો જોવા મળ્યો. Muthoot Finance પણ એક વર્ષ દરમિયાન 63.27% ચઢ્યા અને Bajaj Holdingsના શેર માત્ર 39.79 ટકા જ વધ્યા.

કેવી રીતે આવી તેજી, અદાર પૂનાવાલાનું શું છે કનેક્શન?

પરંતુ હવે પ્રશ્ન થાય છે કે Magma Fincorpના શેરોમાં આ તેજી કેવી રીતે આવી. તેના માટે ફેબ્રુઆરી 2021ના એ રિપોર્ટને જોવાનો રહેશે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે અદાર પૂનાવાલાની કંપની Rising Sun Holdings અને પ્રમોટર સમૂહના બે સભ્ય કંપનીમાં નિયંત્રણ ભાગીદારી ખરીદવા માટે તૈયાર હતી. માર્ચના શરૂઆતના દિવોસમાં કંપનીના શેરહોલ્ડરોએ Rising Sun Holdingsને પ્રિફ્રેંશિયલ ઇક્વિટી શેર જારી કરી 3,456 કરોડ રૂપિયા મેળવવાને મંજૂરી આપી હતી. Rising Star આ NBFCમાં 3456 કરોડ રૂપિયાની કેસ ડીલ દ્વારા 60 ટકા ભાગીદારી ખરીદશે. જોકે આ ઓફરને અત્યારે રેગ્યુલેટરી મંજૂરી મળવાની બાકી છે.

કંપનીના નાણાકિય આંકડા ખરાબ

જોકે કંપનીના શેરોમાં તેજી અને કંપનીની નાણાકિય પરફોર્મન્સમાં કોઈ સુમેળ નથી. ગયા નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં કંપનીની ખોટ વધીને 647.72 કરોડ રૂપિયા થઈ છે, જે તેના પ્રથમ નાણાકીય વર્ષમાં 35.51 કરોડ રૂપિયા હતી. વેચાણ પણ 6.14% ટકા ઘટી 572.84 રૂપિયા પણ આવી ગયુ, જે પહેલા 610.32 કરોડ રૂપિયા થયુ હતુ.

Read Also

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

આ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજૂ કર્યો વિશેષ એફડી પ્લાન, મળશે આ મોટા ફાયદાઓ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!