GSTV

ભારતના મશહૂર જાદુગરનો એક લાખનો કૂતરો ખોવાયો, પોલીસે રાત દિવસ એક કરી 18 કલાક બાદ શોધી કાઢ્યો

લખનઉમાં ભારતના મશહૂર જાદૂગર ઓપી શર્માનો કૂતરો કેન્ડી ખોવાઈ ગયો હતો. તેને શોધવા માટે નિષ્ફળ નિવડેલા જાદુગરે બાદમાં હુસૈનગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે 18 કલાકની તનતોડ મહેનત બાદ એક લાખના કૂતરાને શોધી કાઢ્યો હતો.

લખનઉમાં ચારબાગ સ્થિત રવિંદ્રાલયમાં પાછલા એક મહિનાથી ભારતના મશહૂર જાદુગર ઓપી શર્માનો શો ચાલી રહ્યો હતો. તેની સાથે કૉકર સ્પેનિયલની જાતિનો એક કૂતરો હતો. કરતબ દેખાડતા કૂતરાનું નામ કેન્ડી. સોમવારે જ્યારે શો પૂર્ણ થયો ત્યારે કેન્ડી ભાગી ગયો. શૉ પૂર્ણ થયા બાદ પણ કેન્ડી ન દેખાતા લોકો શોધખોળ કરવા લાગ્યા હતા. ખુદ ઓપી શર્મા કૂતરો ખોવાઈ જતા ચિંતામાં ગરકાવ થઈ ગયા હતા.

જે બાદ ઓપી શર્માએ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી હતી. હુસૈનગંજ પોલીસે કેન્ડીને શોધવાની શરૂઆત સોમવારે કરી અને મંગળવારની બપોરે કેન્ડી મળી ગયો. બાબૂ સ્ટેડિયમની પાછળના શનિ મંદિરમાંથી કેન્ડી મળી આવ્યો હતો. કેન્ડી ગયો રખડવા હતો પણ બાદમાં રસ્તો ભૂલી ગયો હતો. તેને રાણા પ્રતાપે વિસ્તારમાં રહેનારા અક્ષયે પોતાની પાસે સાચવીને રાખ્યો હતો. પોલીસે કુતરાને ઓપી શર્માને સોંપ્યો અને ઓપી શર્માએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો.

READ ALSO

Related posts

બિહાર ચૂંટણીઃ ચિરાગ પાસવાને આપ્યું વચન, સીતામઢીમાં અયોધ્યાના રામ મંદિર કરતા મોટુ બનશે સીતામંદિર

Mansi Patel

વડોદરા શહેરમા ફાફડા જલેબીની મોજ માણવા લોકોએ રીતસરની લાઇન લગાવી

Nilesh Jethva

હિન્દુ મહાસભાનું અજીબોગરીબ નિવેદન/ દરેક હિન્દુ 100 રૂપિયાની કમાણી કરી તેમાંથી 20 રૂપિયાના હથિયાર ખરીદે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!