GSTV

બે માસમાં આ દેશ બની જાય છે જુગનુઓનો દ્વિપ, જોવો લાજવાબ તસ્વીરો

Last Updated on June 15, 2020 by pratik shah

દુનિયામાં જુગનુઓની 2 હજાર કરતા પણ વધારે \છે. પરંતુ જાપાનમાં વરસાદની સિઝનમાં એક દ્વિપ પર તેની સંખ્યા એટલી વધી જાય છે કે રાત્રે જે તેઓ ચમકે છે તો લાગે છે કે જંગલમાં આગ લાગી છે. પરંતુ તેની પાસે જઈને જોઈએ તો જાણવા મળે છે કે, આ દુનિયા એકદમ અલગ છે.

જાપાનના સેન્ટ્રલ શિકોકુ દ્વિપ પર સ્થિત જંગલોમાં આ જુગનુ લાખોની સંખ્યામાં રહે છે. તેની ઉમર માત્ર બે અઠવાડીયાથી વધારે નથી હોતી. પરંતુ આ બે અઠવાડીયામાં તે જંગલને ચમકાવી દે છે.

જાપાનના પર્યાવરણ વિજ્ઞાનના પ્રોફેસર કેઈ નોમીયામાને જંગલમાં ફોટોગ્રાફી કરવાનો શોખ છે. તે દરવર્ષે મેથી જૂનની વચ્ચે પોતાનો મોટાભાગનો સમય શિકોકુ દ્વિપના જંગલોમાં વિતાવે છે.

કેઈ નોમીયામાને જુગનુઓથી ખુબ જ પ્રેમ છે. તે કહે છે કે, તેને જોઈને એવું લાગે છે કે જિવન નાનું છે. તેને જી ભરીને જિવી લો. હું સાયન્ટીસ્ટ બન્યો કારણકે પ્રકૃતિને સંભાળી શકું.

કેઈ નોમીયામાં કહે છે કે, ફોટોગ્રાફી એ માટે કરુ છુ કારણકે સુંદર અને ખુબસુરત યાદોને હું સાચવીને રાખી શકું અને જો ગડબડ દેખાય તો દુનિયાને જાણકારી આપી શકું.

નોનમીયામાં છેલ્લા 8 વર્ષોથી જાપાનના મધ્યમાં આવેલા સેન્ટ્રલ શિકોકુ આઈલેન્ડ પર જાય છે. મેથી જૂનના મહિનામાં કેટલીક વખત તે ત્યાં રાત પણ વિતાવે છે. જેથી કરીને જુગનુઓની સુંદર તસ્વીરો લઈ શકે.

મેથી લઈને જૂનના અંત સુધી શિકોકુ આઈલેન્ડના જંગલોમાં જુગનુઓનો પહેરો હોય છે. દર બે અઠવાડીયામાં જુગનુઓ મરતા રહે છે. પરંતુ ત્યાં સુધીમાં નવા જન્મ લઈ ચુક્યાં હોય છે. તો આવી રીતે આ જુગનુ બે મહિના સુધી જંગલને રોશન કરે છે.

નોમીયામાંની આવી ફોટો લેવા માટે પહેલા કોઈ નદીના કિનારા કે વૃક્ષની શાખા જોવે છે. પછી ત્યાં પોતાનો કેમેરો 30 મિનિટ માટે લોંગ એક્સપોઝર પર રાખી દે છે. ત્યારે જઈને જુગનુઓના આવા સુંદર ફોટાઓ લઈ શકે છે.

આ ફોટાઓમાં જુગનુ ઉડતા, પડતા, ચમકતા જોવા મળે છે. એટલુ જ નહી જ્યારે આ જુગનુ એક સાથે ચમકે છે તો એવું લાગે છે કે જંગલમાં આગ લાગી હોય. આ ત્યાં વહેતા લાવાના એક તરંગ જેવુ લાગે.

કેઈ નોમીયામાં જીવ જંતુઓના ફોટા લેવા માટે જાપાનમાં પ્રસિદ્ધ છે. તેમના ફોટાઓ લોકો શીખવા માટે પણ લે છે. કેટલીક વખત નોમીયામાની ફોટોમાં નવી જાણકારી પણ છુપાયેલી હોય છે.

Related posts

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ અને સૈન્ય વચ્ચે ભારે ઘર્ષણ, બે આતંકી ઠાર, સરહદેથી પાક.નો ઝંડો જપ્ત

Damini Patel

કડાકો/ ક્રીપ્ટોમાં અધધ કરોડ સાફ, ટોચની 100 કરન્સીમાંથી 94માં સાત દિવસથી સતત ઘટાડો

Damini Patel

કોરોના મહામારી વકરતા ચૂંટણી પંચનો નિર્ણય, પ્રતિબંધો લંબાવાયા; ઘરે ઘરે પ્રચાર માટેની સંખ્યા ઘટી

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!