GSTV
Food Funda Life Trending

મેગીની આ રેસિપી 10 મિનિટમાં થઈ જશે તૈયાર! ખાતા રહી જશો તેની ગેરેન્ટી, ટ્રાય કરો ‘Maggi Bhel’

ભેળપૂરી

ક્યારેક ક્યારેક એવું બને કે ખૂબ જ ભૂખ લાગી હોય પરંતુ કિચનમાં જઈને વધારે મહેનત પડે તેનું કંઈ બનાવવાનું મન ન થતું હોય. જો તમારી સાથે પણ એવું જ કંઈક થઈ રહ્યું છે અને તમે 10 મિનિટમાં તૈયાર થતી કોઈ પણ ખાસ ડિશની રેસિપી (10 Minute Recipe) વિચારી રહ્યા છો તો ફટાફટ બનાવીલો મેગીની ભેળ. સાથે જ જો તમારા ઘરમાં કોઈ પાર્ટી થઈ રહી છે અને સ્નેક્સ ખાવાનું મન થયું છે તો પણ તમે મેગી ભેળ ટ્રાય કરી શકો છો. મેગી ભેળની આ ખાસ રેસિપી (Maggi Bhel Recipe) 10 મિનિટની અંદર જ બની જાય છે.

Maggi Bhel

સામગ્રી:

  • 1 પેકેટ મેગી
  • 1/2 ટીસ્પૂન આમચુર પાઉડર
  • 1/2 ટીસ્પૂન ચાટ મસાલા
  • 1 ટીસ્પૂન ટમેટાની ચટણી (વૈકલ્પિક)
  • ઝીણી સમારેલી 1 ડુંગળી
  • 1 ઝીણું સમારેલું ટામેટુ
  • 1 ઝીણું સમારેલું લીલુ મરચુ
  • 1 મેગી મસાલા (વૈકલ્પિક)
  • ઝીણી સમારેલી કોથમીર
  • લીંબુનો રસ
Maggi Bhel

બનાવવાની રીત

  • મેગીને સારી રીતે ક્રશ કરી લો. તમે ઈચ્છો તો મેગીને તેના પેકેટમાં જ રાખીને તેને પર વેલણ મારીને તેને ક્રશ કરી શકો છો.
  • કઠાઈમાં થોડુ તેલ નાખીને તેમાં મેગીને નાખીને ગેલ્ડન-બ્રાઉન થવા સુધી તેને ફ્રાઈ કરી લો.
  • પછી તેમાં થોડુ પાણી નાખી દો, ઢાંકીને થોડા સમય માટે તેને મુકી દો. (જો તમે તેને ક્રિસ્પી રાખવા માંગો છો તો પાણી ન નાખો)
  • એક બાઉલમાં ટામેટા, ડુંગળી, લાલું મરચુ, આમચુર્ણ પાઉડર, ચાટ મસાલો અને થોડુ મીઠુ નાખો. જો તમે સોસ અને મેગી મસાલો નાખવા માંગો છો તો તેને પણ આડ સ્ટેપમાં નાખી દો.
  • હવે તેમાં મેગી અને લીંબુનો રસ મિક્ષ કરીને દરેક સામગ્રીને સારી રીતે મિક્ષ કરી લો. 
  • ઉપરથી લીલી કોથમિર નાખીને મેગી ભેલને ગાર્નિશ કરો.
  • તેને હલ્કુ ગરમ જ સર્વ કરો. તમે ઈચ્છો તો તેમાંથી મીઠુ અને મગફળી પણ નાખી શકો છો.

Read Also

Related posts

હવે ફ્લાઈટમાં પાલતુ કૂતરા કે બિલાડીને પણ લઈ જઈ શકાશે, આ એરલાઈન્સે કરી જાહેરાત

Hemal Vegda

જમ્મુ-કાશ્મીર/ કોઈ પણ પડકારનો સામનો કરવા માટે તૈયાર હોવાનો અમિત શાહનો સ્પષ્ટ મેસેજ, હટાવી દીધા બુલેટપ્રૂફ કાચ

Hemal Vegda

ગાજેલી ફિલ્મ ઉંધા માથે પછડાઈ / ‘વિક્રમ વેધા’ પ્રથમ સપ્તાહે જ બોક્સ ઓફિસમાં ધડામ, છેલ્લા 10 વર્ષમાં ઋત્વિકની બીજી ફ્લોપ ફિલ્મ

Hardik Hingu
GSTV