GSTV
Gujarat Government Advertisement

ખાસ વાંચો/ ઘરે જ બનાવો બજાર જેવો ચટપટો મેગી મસાલો, રસોડાના મસાલાથી જ થઇ જશે તૈયાર

મેગી

Last Updated on March 16, 2021 by Bansari

જો તમે વિચારતાં હોય કે મેગી મસાલામાં કોઇ સીક્રેટ ઇંગ્રીડિએંટ હોય છે જેના કારણે તે સ્વાદમાં મસ્ત લાગે છે તો આવું બિલકુલ નથી. તમે બાળકોના ફેવરેટ આ મસાલાને ઘરે પણ બનાવી શકો છો. તેના માટે તમે ઘરમાં જ રહેલા મસાલાનો ઉપયોગ કરી શકો છો અને ગણતરીની મિનિટોમાં તૈયાર થઇ જશે તમારો ચટપટો મેગી મસાલો….

જરૂરી સામગ્રી

3 મોટી ચમચી ડુંગળીનો પાવડર

3 મોટી ચમચી લસણનો પાવડર

દોઢ મોટી ચમચી કોર્ન પાવડર

2 મોટી ચમચી આમચૂર પાવડર

દોઢ ચમચી સૂંઠ પાવડર

3 મોટી ચમચી ચિલી ફ્લેક્સ

1 મોટી ચમચી હળદર

2 મોટી ચમચી જીરુ

3 મોટી ચમચી કાળા મરીનો પાવડર

મેગી

1 મોટી ચમચી મેથી દાણા

3-4 સૂકા લાલ મરચા

2 મોટી ચમચી આખા ધાણા

2 તમાલપત્ર

સ્વાદ અનુસાર મીઠુ

એક પેન

મિક્સર ગ્રાઇન્ડર

ચાળણી

મેગી

ટિપ્સ

સૌથી પહેલા જીરુ, મેથી દાણા, તમાલપત્ર, ધાણા, આખા મરચા, કાળા મરી, 2 કલાક સુધી તડકામાં સુકવી દો. આમ કરવાથી તેમાં રહેલો ભેજ દૂર થઇ જશે.

નિશ્વિત સમય બાદ મીડિયમ આંચ પર એક પેન ગરમ થવા માટે મૂકો.

જ્યારે પેન ગરમ થઇ જાય તો તેમાં તમામ આખા મસાલા નાંખીને 4થી 5 મિનિટ માટે ધીમી આંચે શેકી લો.

તે બાદ આ માસાલાને એક પ્લેટમાં કાઢીને ઠંડા થવા દો.

જ્યારે આખા મસાલા ઠંડા થઇ જાય તો તેને બારીક પીસી લો.

આ મસાલામાં ડુંગળી, લસણ, કોર્ન ફ્લોર, આમચૂર, ખાંડ, સૂંઠ, હળદર, ચિલી ફ્લેક્સ અને મીઠુ નાંખીને ફરીથી બારીક પીસી લો. જો મિક્સરમાં પીસી રહ્યાં છો તો 25 સેકેન્ડથી વધુ ન ચલાવો.

આ મસાલાને ચાળણીથી ચાળી લો.

હવે જ્યારે પણ ઘરે જ મેગી બનાવો તો આ હોમમેડ મેગી મસાલાનો જરૂર યુઝ કરો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

જો મો માં વારંવાર છાલા પડે છે, તો પછી આ સરળ ઘરેલું ઉપાય અજમાવો

Bansari

ડબલ માસ્ક કોરોના થી બચવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, માસ્કથી ફક્ત ૪૦ ટકા સલામતી

Bansari

અમૂલ ડેરી કેસ: 12% જીએસટી લાગશે ફ્લેવર્ડ મિલ્ક ઉપર, ગુજરાત એએઆરનો ચુકાદો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!