GSTV

રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયા આવતી કાલથી થશે શરૂ,

રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં આવતીકાલથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ત્યારે રાજકોટ જીલ્લાના ખેતીવાડી અધિકારી આર. આર. ટીલવાએ જણાવ્યું કે રાજકોટ જિલ્લામાં 11 તાલુકાનો સમાવેશ થાય છે. ત્યારે કુલ ૨૨ જેટલા કેન્દ્રો પર મગફળીની ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. તમામ કેન્દ્રો પર વર્ગ 2ના અધિકારી દ્વારા ખરીદી પ્રક્રિયા ઉપર મોનીટરીંગ કરવામાં આવશે તો સાથે જ વર્ગ-૩ના કર્મચારી તેમજ નિગમના કર્મચારી પણ ખરીદી પ્રક્રિયામાં જોડાશે.

કર્મચારી તેમજ નિગમના કર્મચારી પણ ખરીદી પ્રક્રિયામાં જોડાશે

તો સાથે જ તમામ કેન્દ્રો પર કોઈપણ જાતની અનિચ્છનીય ઘટના ન બને તે માટે અગાઉથી જ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તેમજ જિલ્લા પોલીસ વડા બલરામ મીણા પાસેથી પોલીસ બંદોબસ્તની માંગણી કરવામાં આવી છે. જે માગણી બંને અધિકારીઓ દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવી છે. તો સાથે જ મગફળી ખરીદ કર્યા બાદ જિલ્લાના દોઢસો જેટલા ગોડાઉનમાં રાખવામાં આવશે.

પારદર્શિતાના ભાગરૂપે પહેલેથી જ તમામ ગોડાઉનમાં સીસીટીવી લગાડી દેવામાં આવ્યા છે….આગામી સમયમાં જરૂર પડે વધુ ગોડાઉન ભાડે રાખવામાં આવશે. આવતીકાલથી જ્યારે ખરીદીની પ્રક્રિયા શરૂ કરવામાં આવનાર છે ત્યારે ખેડૂતોને ક્રમશ એસ.એમ.એસ દ્વારા જાણ કરવામાં આવશે. તેમજ શરૂઆતના દિવસોમાં અંદાજિત ૬૦ જેટલા ખેડૂતોને પ્રત્યેક સેન્ટર દીઠ બોલાવવામાં આવશે. ત્યાર બાદ પ્રતિદિન ૧૦૦ ખેડૂતો બોલાવવા તે પ્રકારનો ટાર્ગેટ સેટ કરવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

અહેમદ પટેલના પાર્થિવ દેહને વતન પીરામણ લવાશે, ગુજરાત કોંગ્રેસના નેતાઓ અંતિમક્રિયામાં રહેશે હાજર

pratik shah

Alert! 1 જાન્યુઆરીથી ગાડી પર Fastag લગાવવું બનશે ફરજિયાત, નહીંતર અટકી જશે વાહન સાથે જોડાયેલું આ જરૂરી કામ

Ankita Trada

મહિલાઓ ખાસ વાંચે/ 24 કલાક આ વસ્તુ પહેરવી સાબિત થઇ શકે છે ખૂબ જ ખતરનાક, સ્વાસ્થ્યને થાય છે આટલા નુકસાન, જાણી લો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!