GSTV

ગુજરાત/ ટેકાના ભાવે મગફળી ખરીદીની રજીસ્ટ્રેશન પ્રક્રિયાનો પ્રારંભ, મણ દીઠ 1 હજાર 55 રૂપીયાનો ભાવ જાહેર

ગુજરાત રાજ્યનાં ખેડૂતોને પાક ઉત્પાદનના વ્યાજબી ભાવ મળે તે માટે ટેકાના ભાવે પાકની ખરીદી પણ કરાય છે. ત્યારે આજથી ટેકાના ભાવે મગફળી ખરીદીની રજીસ્ટ્રેશન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે આ સિઝનમાં મગફળીના મણ દીઠ 1 હજાર 55 રૂપીયાનો ટેકાનો ભાવ જાહેર થયો છે.

મણ દીઠ 1 હજાર 55 રૂપીયાનો ટેકાનો ભાવ જાહેર થયો

નોંધપાત્ર છે કે ખેડૂત ટેકાના ભાવે મગફળી વેંચવા માટેનું રજીસ્ટ્રેશન 20 ઓક્ટોબર સુધી કરાવી શકશે. તેમજ 21 ઓક્ટોબરથી મગફળીની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા શરૂ થશે. ત્યારે બીજી તરફ ખેડૂતો એપીએમસી જઈને અથવા ઓનલાઈન ટેકાના ભાવે મગફળીના રજીસ્ટ્રેશનની કામગીરી કરી શકશે. નોંધનીય છે કે  આ વર્ષે 20 લાખથી વધુ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે. જેની સામે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં મગફળીના પાકને નુકસાન પણ થયું છે.

ઉલ્લેખનીય છે કે ચિંતાનું કારણ એ છે કે એક તરફ મગફળીનું રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે તો બીજી તરફ ગ્રામ પંચાયતના કમ્પ્યુટર ઓપરેટરોએ હડતાળની ચીમકી ઉચ્ચારી છે…જોકે નાયબ મુખ્યપ્રધાને વીસીઈના પ્રશ્નોના ઉકેલની તૈયારી દર્શાવી.

READ ALSO

Related posts

નવસારી/ સિવિલમાં ફરજ બજાવતી કોરોના વોરિયર નર્સે ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા- પરીવારજનોએ ઉચ્ચ અધિકારીઓ પર લગાવ્યા આરોપ

pratik shah

દારૂ પીધેલા પોલીસકર્મીને પાઠ ભણાવવા માટે લોકોએ ભેગા થઈ માર માર્યો, કમિશ્નરે મામલાને ગંભીરતા લઈ કર્યો સસ્પેન્ડ

pratik shah

રશિયાની રસીની ટ્રાયલ કરી રહેલી ડો. રેડ્ડીઝના ડેટામાં ઘુસણખોરી, દુનિયાના તમામ કારખાનાઓમાં રોકાયું કામ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!