GSTV

Agrotechnology / મગફળીના મબલખ ઉત્પાદનમાં મદદ કરશે આ બેક્ટેરીયા, ગુજરાતની આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું નવું સંશોધન

Last Updated on July 28, 2021 by pratik shah

કાઠીયાવાડની લીલુડી ધરતી પર પથરાયેલો પ્રકૃતિનો ખજાનો વર્ષોથી બાયોસાયન્સના વિદ્યાર્થીઓ માટે સંશોધનનો વિષય રહ્યો છે. સૌરાષ્ટ્રનો વિશાળ દરિયાકાંઠાં, મરીન ઈકોલોજી, જૈવિક વિવિધતા ધરાવતી વનસ્પતિ, પુષ્પો, પર્ણો, વૃક્ષો અને પ્રકૃતિનાં સંદેશાવાહક એવા તમામ સજીવો સાથે જોડાયેલું પર્યાવરણ પીએચડીના સંશોધકો માટે રસનો વિષય રહ્યા છે. પરંતુ ગઈકાલે ‘શોધ’ યોજના હેઠળ જે યુવા સંશોધકોની સંશોધન દરખાસ્તોને શિષ્યવૃત્તિ માટે મંજૂર કરવામાં આવી છે તેમાં દર્શાવેલા રોચક વિષયો ઉપર યુવા સંશોધકો જે કામ કરી રહ્યાં છે તે નજીકના ભવિષ્યમાં સૌરાષ્ટ્રનાં કૃષિક્ષેત્રે સંશોધનની નવી ઉંચાઈઓ સર કરશે તેવી આશા દર્શાવવામાં આવી છે.


સૌરાષ્ટ્ર યુનિ.ના બાયો-સાયન્સ ભવનના યુવા સંશોધકો માટે આધુનિક લેબોરેટરી ઉપરાંત અત્યારે સંશોધનને વેગ આપવા માટે સેન્ટ્રલ ઈન્સ્ટ્રુમેન્ટેશન ફેસીલીટી અપગ્રેડ કરવામાં આવી રહી છે રૂપિયા ૨૦ લાખના ખર્ચે ગ્રીન પોલીહાઉસ અને પ્લાન્ટ ટીસ્યુ કલચર ચેમ્બર ઉભી કરવામાં આવશે. સૌરાષ્ટ્રની મરીન ઈકોલોજીનાં અને વૈવિધ્યસભર વનસ્પતિઓના અભ્યાસ માટે અહીં હાર્બેરિયમની સુવિધા ઉભી કરવામાં આવી છે જેના કારણે બાયોસાયન્સમાં અભ્યાસ કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓને સંશોધન માટે આધુનિક સુવિધાઓ પ્રાપ્ત થશે.

ખેડૂતો

પાકનું ઉત્પાદન ઝડપથી થઈ શકે


રાજ્ય સરકાર દ્વારા પીએચડીના સંશોધકોને શોધ યોજના હેઠળ જે રૃા ૧૫ હજારની માશિક શિષ્યવૃત્તિ આપવામાં આવે છે તેના માટે પસંદ કરાયેલા ૨૦ યુવા સંશોધકોના સંશોધનની રસપ્રદ વિગતો આજે ભવનના સીનીયર અધ્યાપકો દ્વારા આપવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે, અહીના યુવા સંશોધક કૃણાલ હીરપરા ખેતીના પાકમાં વૃદ્ધિ કરનારા એવા બેકટેરિયાની શોધ કરી રહ્યાં છે કે જેના થકી કોઈપણ પ્રકારના પાકનું ઉત્પાદન ઝડપથી થઈ શકે. જૈવિક રીતે પ્લાન્ટના વૃદ્ધિ માટે ઉપયોગી બેકટેરિયાનું સંશોધન તેઓ કરી રહ્યાં છે. જયારે કુ. હિનાબેન રાદડીયા બેકટેરિયામાં જે ઉત્સેચક આૃર્થાત એન્ઝાઈમ હોય છે તેને કેન્દ્રમાં રાખીને સંશોધન કરી રહ્યાં છે. એન્ઝાઈમની મદદથી તેઓ કેમીકલ્સને બદલે જૈવિક બેકટેરિયાનો ઉપયોગ કરીને ઉદ્યોગ માટે ઉપયોગી ઉત્સેચકો શોધી કાઢશે. એ જ રીતે અંકિતાબેન ડોબરિયા નામના વિદ્યાર્થીનીએ પાકમાં આવતા વિવિધ પ્રકારના રોગની આગોતરી જાણ કઈ રીતે થાય તે માટેની નવી ટેકનોલોજી વિકસાવી છે જેની મદદતી પાકમાં જીવાતનું આગમન થાય તે પહેલાં જ તેને ઓળખી શકાય છે. આ માટે તેઓએ ગેસ ડીસ્ચાર્જ વિઝયુલાઈઝેશન મશીન વિકસાવ્યું છે.

જીવાત મૂળમાં સડો પેદા કરી તે પહેલાં પાંદડા પરાથી જ જાણી શકાશે

મગફળીમાં પાકમાં આવતી જીવાત મૂળમાં સડો પેદા કરી તે પહેલાં પાંદડા પરાથી જ જાણી શકાશે કે મૂળમાં જીવાત કયા પ્રકારની છે? તેને નિયંત્રણમાં કઈ રીતે લાવી શકાય? ધરમકૂમાર ખંધાર નામના યુવા સંશોધક મકાઈની વિવિધ પ્રકારની જાત વિકસાવી રહ્યાં છે. મ્યુટેશન સ્ટડીથી મકાઈની જાત વધુ આધુનિક બનશે. શોધ યોજના હેઠળ પરસ્કૃત પીએચડી સંશોધક કુ. અમીષા ભટ્ટ વ્યક્તિની ચયાપચયની ક્રિયામાં ઉપયોગી એવા બેકટેરિયાના વિષયને કેન્દ્રમાં રાખીને કામ કરી રહ્યાં છે.


આ પ્રકારના વિશિષ્ટ સંશોધનોના સંદર્ભમાં ભવનના વડા પ્રો. આર.એસ. કુંડુ અને અન્ય અધ્યાપકો જણાવે છે કે, યુ.જી.સી.નાં અનેક રીસર્ચ પ્રોજેકટનાં કારણે આ ભવનના વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય તજજ્ઞના માર્ગદર્શનનો લાભ મળતો રહ્યો છે. જેના કારણે બાયોસાયન્સમાં વિદ્યાર્થીઓ બોટની, ઝુલોજી, માઈક્રોબાયોલોજી સહિતના વિષયોમાં સંશોધન ક્ષેત્રે દેશભરમાં સૌરાષ્ટ્રનું નામ રોશન કરતા રહ્યાં છે.

READ ALSO

Related posts

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

રસીકરણ / કોરોના રસી લીધા પછી જ ધંધો કરવાની મળશે છૂટ, રાજ્યના આ વિસ્તારના પ્રાન્ત અધિકારીનું ફરમાન

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યભરમાં 22 લાખથી વધુ લોકોને આપવામાં આવી કોરોના રસી, અમદાવાદીઓમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!