રાજ્યના વિવિધ શહેરોમાં રખડતા ઢોરોનો આતંક જોવા મળ્યો છે. આ અંતર્ગત ગુજરાત હાઈકોર્ટે પણ રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી, ઉલ્લેખનીય છે કે સુરતના મગદલ્લા વિસ્તારમાંથી પણ ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. જેમાં સુરતના મગદલ્લા ગામે ઢોર પકડવા ગયેલા ઢોર પાર્ટ સામે પશુપાલકોએ આક્રોશ ઠાલવ્યો છે.

- મગદલ્લા ગામમાં ઢોર પકડવા ગયેલી પાર્ટી સામે પશુપાલકોનો આક્રોશ
- મગદલ્લા ગામમાં રખડતા ઢોરની એક પણ ફરિયાદ ન હોવા છતાં મનપાની ઢોર પાર્ટી ઢોર પકડવા ગઈ હતી
- મગદલ્લા ગામનો સમાવેશ સુરત શહેરમાં થયા બાદ પશુઓ માટે ઘાસચારો પાણી સહિતની સમસ્યા ઊભી થઈ છે
- પશુપાલકોની દલીલ પહેલા પશુઓ માટે ઘાસચારા અને પાણીની વ્યવસ્થા કરી પછી ફરિયાદ આવે તો ઢોર પકડવા આવજો
ગામમાં ઢોરની એક પણ ફરિયાદ ન હોવા છતા મહાપાલિકાની ઢોર પાર્ટી રખડતા ઢોર પકડવા ગઈ હતી. આ વિસ્તારનો સમાવેશ હવે સુરત શહેરમાં થયો છે. પરંતુ પશુઓ માટે ઘાસચારો, પાણી સહિતની તંત્રએ વ્યવસ્થા ઉભી કરી નથી. ત્યારે પશુપાલકોએ એવી દલીલ કરી હતી કે પહેલા પશુઓ માટે ઘાસચારા અને પાણીની વ્યવસ્થા કરશો. તે પછી ફરિયાદ આવે તો ઢોર પકડવા આવજો.
READ ALSO
- ચીનના નેતા જિનપિંગ રશિયાના 3 દિવસના પ્રવાસે, પુતિન-જિનપિંગની મુલાકાત પર વિશ્વની નજર
- મોર્નિંગ ટિપ્સઃ સવારે ઉઠ્યા પછી તરત જ ન કરો આ 3 કામ, જો કર્યું તો તમને મળશે નકારાત્મક પરિણામ
- સુરેન્દ્રનગરમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત! ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે થયો ભીષણ અકસ્માત, 15થી વધુ મજૂરો થયા ઈજાગ્રસ્ત
- અબજોપતિ મીડિયા સમ્રાટ રુપર્ટ મડોર્ક 92 વર્ષની વયે કરશે પાંચમાં લગ્ન, 8 મહિના પહેલા જ અભિનેત્રી જેરી હેલને આપ્યા હતાં છૂટાછેડા
- છેલ્લા દસ વર્ષમાં એક પણ ICC ટ્રોફી નથી જીત્યું ભારત : પાકિસ્તાની ખેલાડીએ જણાવ્યું નિષ્ફ્ળતાનું કારણ