GSTV
Gujarat Election 2022 Sabarkantha ગુજરાત ટોપ સ્ટોરી

હિંમતનગર / 5 ફુટ લાંબી મૂછ ધરાવતા ઉમેદવાર મગનભાઈએ મતદારોને આપ્યું છે આ અનોખું વચન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિવિધ રાજકીય પક્ષો લોકોને વિવિધ વચનો આપી રહ્યા છે, રાજ્યની હિંમતનગર બેઠક પરથી અપક્ષ ઉમેદવાર મગનભાઈ સોલંકી મત મેળવવા માટે તેમની મૂછો પર નિર્ભર છે. સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર બેઠકના ઉમેદવાર 57 વર્ષીય સોલંકી બંને હાથે પોતાની મૂછોના છેડા પકડીને ગર્વથી કહે છે કે મૂછની લંબાઈ લગભગ પાંચ ફૂટ છે. 2012માં સેનામાંથી માનદ લેફ્ટનન્ટ તરીકે નિવૃત્ત થયેલા સોલંકી રાજ્ય સરકાર પાસે મૂછ ઉગાડનારાઓને ભથ્થું આપવાની માંગ કરે છે.

મગનલાલ સોલંકી શું કહે છે??

જો તેઓ ચૂંટાશે તો ગુજરાતના યુવાનોને મૂછ ઉગાડવા માટે પ્રોત્સાહિત કરશે અને તે માટે કાયદો લાવવા રાજ્ય સરકારને વિનંતી કરશે. સોલંકીએ કહ્યું, “સેનામાં મને મારી મૂછની જાળવણી માટે વિશેષ ભથ્થું મળતું હતું. મારી રેજિમેન્ટમાં હું મૂછવાલા તરીકે જાણીતો હતો. મારી મૂછ મારું ગૌરવ છે. તે ભીડમાંથી મને અલગ બનાવે છે.”

જ્યારે તે હિંમતનગરના એક બજારમાં વોટ માંગવા માટે ગયા ત્યારે તેમની ભવ્ય મૂછ ખરેખર આકર્ષણનું કેન્દ્ર બની હતી. “મૂછે હો તો ઉનકે જૈસી, વર્ના ના હો”, એક મતદાતાએ અમિતાભ બચ્ચનની ફિલ્મ “શરાબી” નો પ્રખ્યાત ડાયલોગ તેમને જોઈને કહ્યો હતો. 

મગનભાઈના પરિવારના સભ્યો, કેટલાક નિવૃત્ત આર્મી કર્મચારીઓ કે જેઓ તેમના મિત્રો છે તે પણ તેમના માટે પ્રચાર કરી રહ્યા છે. તેમને તેમના પિતા પાસેથી મૂછ ઉગાડવાની પ્રેરણા મળી હતી અને તે 19 વર્ષની ઉંમરે આર્મીમાં જોડાયા હતા. તેણે દાવો કર્યો હતો કે આજે તેની મૂછો લગભગ પાંચ ફૂટ લાંબી છે.

READ ALSO

Related posts

જંત્રીનો રેટ બમણો થતા  બિલ્ડર્સમાં ચિંતા, ક્રેડાઈના સભ્યો સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે કરશે  મુલાકાત

Nakulsinh Gohil

વડોદરા / કરજણ સ્વામિનારાયણ મંદિરના એકાઉન્ટમાંથી 48.43 લાખની ઉચાપત, નોંધાઈ પોલીસ ફરિયાદ

Nakulsinh Gohil

પાટણ / રાધનપુરમાં આખલાએ અડફેટે લેતા 95 વર્ષના વૃદ્ધાનું મોત નીપજ્યું

Nakulsinh Gohil
GSTV