મદ્રાસ હાઈકોર્ટે એક મામલાની સુનાવણી દરમિયાન ક્હ્યું છે કે કેટલાક લોકો બસ ધ્યાન ખેંચવા માટે આત્મહત્યાની કોશિશ કરે છે. મદ્રાસ હાઈકોર્ટે સ્પષ્ટતા કરી છે કે ઈન્ડિયન પીનલ કોડની જોગવાઈ હેઠલ આત્મહત્યાની કોશિશ દંડનીય અપરાધ છે. આ મામલો વેલંકનીના વતની જી. રાજકુમારનો છે. જણવવામાં આવે છે કે તેમની જમીન પર કેટલાક લોકોએ ગેરકાયદેસર કબજો જમાવ્યો હતો. તેમણે અધિકારીઓને આની ઘણી વખત ફરિયાદ કરી હતી. પરંતુ જ્યારે કોઈ કાર્યવાહી થઈ નહીં. તો તેમણે ઝેર ખાવાની કોશિશ કરી છે. રાજકુમારે બાદમાં પોતાની જમીન પરથી દબાણ હટાવવા માટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.
આ મામલે મદ્રાસ હાઈકોર્ટના જસ્ટિસ એ. કિરુબારકરન અને જસ્ટિસ કૃષ્ણન રામાસામીની ખંડપીઠે સવાલ કર્યો હતો કે શું અરજદાર વિરુદ્ધ આપઘાતની કોશિશનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. ? મદ્રાસ હાઈકોર્ટે કહ્યું છે કે એવા અહેવાલ જોવા મળ્યા છે. જ્યાં લોકો અધિકારીઓ પર દબાણ બનાવવા અથવા પોતાના મામલાને ચર્ચામાં લાવવા માટે આત્મદાહ અથવા ઝેર ખાઈને આપઘાતની કોશિશ કરે છે.
મદ્રાસ હાઈકોર્ટની ખંડપીઠે ટીપ્પણી કરી છે કે ઘણાં મામલાઓમાં તેમને ઈચ્છીત પરિણામ પણ મળી જાય છે. પરંતુ આવી પદ્ધતિને હતોત્સાહીત કરવી જોઈએ. કારણ કે એક તો આમ કરવું જાહેરહિતની વિરુદ્ધ છે અને ઘણાં લોકો પોતાની વાત મનાવવા માટે આવી રીત-રસમો અખત્યાર કરી શકે છે. મદ્રાસ હાઈકોર્ટે કહ્યું છે કે વ્યક્તિ કોઈપણ મામલામાં રાહત માટે અદાલતનો દરવાજો ખખડાવી શકે છે.