મદ્રાસ યુનિવર્સિટીની બગડતી પ્રતિષ્ઠા પર ચિંતા વ્યક્ત કરતા મદ્રાસ હાઈકોર્ટે જણાવ્યું કે ભ્રષ્ટ કર્મચારીઓને ફાંસીની સજા આપવી જોઈએ. કોર્ટે બે લોકોને મદદનીશ ગ્રંથપાલના પદ પર બઢતી આપી ભ્રષ્ટાચાર કરનાર અધિકારી પર આ આકરી ટીપ્પણી કરી હતી.

જસ્ટિસ એસ વૈદ્યનાથન અને એએ નક્કિરનની બેન્ચે જણાવ્યું કે મદ્રાસ યુનિવર્સિટી ઝડપથી તેનું જૂનું ગૌરવ ગુમાવી રહી છે. અગાઉ અહીંથી ડિગ્રી મેળવવી એ ગર્વની વાત હતી. આવા અધિકારી કર્મચારીઓ જે વિશ્વવિદ્યાલયની શાખ સાથે રમી રહ્યા છે, તેઓને સેવામાંથી બરતરફ કરી દેવા જોઈએ અને તેઓની હરકતોને સર્વિસ રજિસ્ટરમાં નોંધવું જોઈએ, જેથી તેમને બઢતી અને અન્ય લાબો ન મળી શકે.
બેન્ચે રિટ પિટિશન પર અંતિમ આદેશ આપતાં સિંગલ બેન્ચના 23 ઓક્ટોબર, 2017ના આદેશને બાજુ પર રાખ્યો હતો. તેની સાથે વીરપંડી અને સેલ્વીના પ્રમોશનના આદેશને પણ યુનિવર્સિટીએ ફગાવી દીધો હતો. સિંગલ બેન્ચે અરજદાર ડો. એસ ભાસ્કરનને બઢતી આપવાનો આદેશ પણ આપ્યો હતો, જેને કોર્ટે અયોગ્ય ગણાવ્યો હતો અને જણાવ્યું હતું કે બે ખોટા એકસાથે ક્યારેય યોગ્ય ન હોઈ શકે.

સિંગલ બેન્ચના નિર્ણય માટે કોઈ નક્કર આધાર નથી. તેથી આ પોસ્ટ પર કોઈને બઢતી આપવી જોઈએ નહીં અને નિમણૂક માટે નવેસરથી યોગ્ય પ્રક્રિયાને અનુસરવી જોઈએ.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:
- મોટા સમાચાર / કચ્છની પલારા જેલમાં સર્ચ ઓપરેશન દરમિયાન 6 મોબાઈલ ફોન મળી આવ્યાં, રાજ્યભરની જેલોમાં તપાસ ચાલુ
- આ વિશિષ્ટ ગિટારને તૈયાર કરવામાં થયા છે 700 દિવસ, ગિટારમાં જડવામાં આવ્યા છે ૧૧૪૪૧ જેટલા હિરા
- ગુજરાતની જેલોમાં દરોડા / પોલીસ નિયમાવલીમાં નિયમિત વિઝીટ અને ચેકીંગના આદેશ, તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શા માટે આપવા પડ્યાં આદેશ?
- ચૈત્ર નવરાત્રિના ઉપવાસમાં દિવસ દરમિયાન એનર્જી રહેશેઃ આ ટિપ્સ કરો ફોલો
- WPL 2023 / યુપી વોરિયર્સને હરાવીને મુંબઈ ઈન્ડિયન્સની ફાઈનલમાં એન્ટ્રી, દિલ્હી- મુંબઈ વચ્ચે ખેલાશે ફાઈનલ મુકાબલો