મદ્રાસ હાઈકોર્ટમાં ખનીજ ચોરીમાં પકડાયેલા વાહનો પાછા મેળવવાની અરજીની સુનાવણી થઈ હતી. એ કેસના સંદર્ભમાં મદ્રાસ હાઈકોર્ટે ખનીજ ચોરોની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે પૃથ્વીને હવે જીવવા જેવી રહેવા દો. બીજા ગ્રહની શોધ કરવા કરતાં આ પૃથ્વીનું જતન કરવું વધારે સારું છે. આ અમર્યાદ લોભને હવે રોકવાની જરૃર છે.

ખનીજ ચોરીમાં રાજ્ય સરકારે જપ્ત કરેલા વાહનો પાછા મેળવવાના કેસની સુનાવણી વખતે મદ્રાસ હાઈકોર્ટે ઝાટકણી કાઢી
ખનીજ ચોરીના વાહનો સરકારી તંત્ર પકડે છે તે પછી કોઈ જ સંભાળ વગર ખુલ્લી જગ્યામાં પડયા રહે છે. એ વાહનો તેમના મૂળ માલિકોને દંડ ફટકારીને સમયસર મળે એ જરૃરી છે એવી માગણી સાથે એક અરજી મદ્રાસ હાઈકોર્ટમાં થઈ હતી. મદ્રાસ હાઈકોર્ટમાં આ સંદર્ભમાં સુનાવણી થઈ ત્યારે સરકારી વકીલે કહ્યું હતું કે જો ફરીથી એ વાહનો મૂળ માલિકોને આપી દેવામાં આવે તો એ ફરીથી એ જ ગેરકાયદે ખનીજચોરીની પ્રવૃત્તિ કરવા માંડે છે. રેતીચોરીના વાહનો પકડાયા પછી સરકારી કચેરી સામે ખુલ્લામાં પડયા રહેતા હોવાથી તેનું મૂલ્ય ઘટી જાય છે અને તેના કારણે વાહનના માલિકને આર્થિક ફટકો પડે છે. એવું ન થાય તે માટે વાહનો મૂળ માલિકને આપવા જોઈએ એવા મુદ્દે આ જ કેસનો ચુકાદો નાગાપટ્ટીનમ કોર્ટે આપ્યો હતો, જેમાં એ અરજીને ફગાવી દેવાઈ હતી. એ ચુકાદા સામે અરજદારો મદ્રાસ હાઈકોર્ટમાં પહોંચ્યા હતા.

પૂર્વજોએ જેવી પૃથ્વી આપણને આપી એવી આપણે રહેવા દીધી નથી
કેસની સુનાવણી વખતે મદ્રાસ હાઈકોર્ટે ખનીજચોરોની ઝાટકણી કાઢી હતી. મદ્રાસ હાઈકોર્ટે નિરીક્ષણ રજૂ કરતા કહ્યું હતું કે આ પૃથ્વીને આપણે માતા કહીએ છીએ. એ આપણી સંસ્કૃતિમાં આપણને શીખવવામાં આવે છે. હવે બીજો ગ્રહ મળી ન જાય ત્યાં સુધી આ પૃથ્વીને જીવવા લાયક રહેવા દો. અથવા બીજો ગ્રહ શોધવા કરતા આ પૃથ્વીનું જતન કરીએ.
ન્યાયધીશ એ.ડી. જગદીશ ચંદ્રએ કહ્યું હતું કે ચાર અબજ વર્ષથી સજીવસૃષ્ટિ આ પૃથ્વી પર રહે છે. આપણાં પૂર્વજોએ આપણને આ પૃથ્વી ઓછામાં ઓછી નુકસાન કરીને રહેવા માટે વારસામાં આવી છે, પરંતુ આપણે એવી રીતે આપણાં પછીની પેઢીને આપી શકીશું નહીં. અત્યારે માનવજાતનો લોભ એટલો વધી ગયો છે કે તેને પૃથ્વી અને પ્રકૃતિની કોઈ જ ચિંતા નથી.
Read Also
- અમદાવાદ અને ગેટવિક વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કર્યું ઉદ્ઘાટન
- રાજકારણ / શરદ પવારની સલાહ પછી સાંસદ રાઉત રાહુલને સમજાવશે, સાવરકરના મુદ્દે રાહુલ ગાંધી સાથે કરશે ચર્ચા
- IPL 2023 / રોહિત શર્માની જગ્યાએ અમુક મેચોમાં સૂર્યકુમાર યાદવ સંભાળશે ટીમની કમાન, આ છે મોટું કારણ
- નોઈડામાં આંતરરાષ્ટ્રીય સ્તરનું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા મંજૂરી અપાઈ, 40000 દર્શકો માટે હશે બેઠક વ્યવસ્થા
- ભાવનગર / લોન આપવાના નામે અમેરિકાના નાગરિકો સાથે છેતરપિંડી કરનારા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા