GSTV
Home » News » તૂતીકોરિયન હિંસા મામલે મદ્રાસ હાઈકોર્ટે આપ્યા સીબીઆઈને તપાસના આદેશ

તૂતીકોરિયન હિંસા મામલે મદ્રાસ હાઈકોર્ટે આપ્યા સીબીઆઈને તપાસના આદેશ

તૂતીકોરિયન હિંસા મામલે મદ્રાસ હાઈકોર્ટે સીબીઆઈને તપાસના આદેશ આપ્યા છે. વિરોધ પ્રદર્શન દરમ્યાન 13 લોકોના મોત થયા હતા. કોર્ટે છ પ્રદર્શનકારીઓ વિરૂદ્ધ હિંસામાં તેમની ભૂમિકા અંગે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ હેઠળ લગાવવામાં આવેલા આરોપોને ફગાવ્યા છે. તૂતિકોરીયમાં થયેલી હિંસામાં 60થી વધારે લોકો ઘાયલ થયા હતા.

આ પહેલા તમિલનાડુના મુખ્ય પ્રધાન પલનીસ્વામીએ કહ્યુ હતુ કે, તૂતીકોરિનમાં લોકો કંપની વિરૂદ્ધ લોકો શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહ્યા હતા. પરંતુ કેટલાક અસામાજિક તત્વોએ તેને હિંસાનું રૂપ આપ્યુ હતું.  સ્થાનિક લોકોનો આરોપ છે કે, તાંબાના પ્લાન્ટના કારણે લોકોના સ્વાસ્થય પર અસર પડી છે.

જેથી તૂતીકોરિનમાં ચાલતા પ્લાન્ટને બંધ કરવામાં આવે. ભારે વિરોધ બાદ સમગ્ર મામલો મદ્રાસ હાઈકોર્ટ પહોંચ્યો હતા. ત્યારે હાઈકોર્ટે આ મામલે સીબીઆઈને તપાસ કરવાના આદેશ આપ્યા છે.

Related posts

આસામમાં ભારે વરસાદ બાદ 16 ગેંડા સહિત 187 વન્યજીવોના મોત

Bansari

બિહારમાં ભારે પુરના કારણે 104ના મોત, 81 રાહત કેમ્પ શરૂ કરવામાં આવ્યા

Bansari

કર્ણાટકના ધારાસભ્યોએ રમેશ કુમારને પત્ર લખી હાજર થવા એટલો સમય માગ્યો કે વધુ એક ચૂંટણી થઈ જાય

Bansari
Do NOT follow this link or you will be banned from the site!