GSTV

કોન્ડોમના વેચાણને પ્રોત્સાહન આપવા માટે ટીવીની એડમાં થાય છે અશ્લીલતાનું પ્રદર્શન, મદ્વાસ હાઈકોર્ટે કરી લાલ આંખ

મદ્રાસ હાઈકોર્ટના મદુરાઇની ખંડપીઠે હાલમાંજ સેક્સુઅલ જાહેરાતો જેનો ઉદેશ કંડોમ અને કામોત્તેજક વસ્તુઓની જાહેરાતોની સાથે જોડાયેલો છે. તેના પ્રસારણ વિરુદ્ધ એક વચગાળાનો આદેશ જારી કરવામાં આવ્યો અને તે બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો કે આવી સામગ્રી સંપૂર્ણ રીતે અશ્લીલ પ્રકૃતિની છે.

કંડોમ અને કામોત્તેજક વસ્તુઓની જાહેરાતોની સાથે જોડાયેલો

આઈપીસીના ટ્રાન્સમિશન સામે વચગાળાનો આદેશ જારી કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે આવી સામગ્રી અશ્લીલ પ્રકૃતિની છે. બાર એન્ડ બેંચના અહેવાલ મુજબ જસ્ટિસ એન. કિરૂબાકરન અને બી.સી. પુગાલેન્ધીની ખંડપીઠે દ્વારા જાહેર કરવામાં આવેલા આ આદેશમાં ‘બાળકો અને મહિલાઓના હિતોનું રક્ષણ’ કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

‘બાળકો અને મહિલાઓના હિતોનું રક્ષણ’ કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો

અરજી દાખલ કરનાર કેએસ સાગાદેવરાએ આ જાતીય (સેક્સ્યુઅલ) જાહેરાતોનું પ્રસારણ અટકાવવા માટે જનહિત અરજી એટલે કે પીઆઈએલ દાખલ કરી હતી આ મામલે જજોની ખંડપીઠે જણાવ્યું કે ટેલિવિઝન પર આવી જાહેરાતો વ્યાપક રૂપે બતાવવામાં આવી હોવા અંગે પણ અસહમતિ દર્શાવી હતી. આ અત્યંત હેરાનકરવાવાલી વાત છે કે રાત્રીના 10 વાગ્યાની આસપાસ તમામ ટીવી ચેનલ કંઈકને કંઈક આવી જાહેરાતો પ્રસારિત કરે છે, જે કોન્ડમના વેચાણને પ્રોત્સાહન આપવા માટે અશ્લીલતા પ્રદર્શિત કરે છે. આ જાહેરાતો તમામ ઉંમરના લોકો દ્વારા જોવામાં આવે છે, અને આ અશ્લીલ જાહેરાતો તમામ ટીવી ચેનલ્સ પર ઉપલબ્ધ છે.

આ અશ્લીલ જાહેરાતો તમામ ટીવી ચેનલ્સ પર ઉપલબ્ધ

આવી જાહેરાતો તમામ વયના લોકો જુએ છે અને આ તમામ ટીવી ચેનલો પર ઉપલબ્ધ છે. ત્યારબાદ બેંચે કહ્યું હતું કે આવા જાહેરાત કાર્યક્રમોમાં અશ્લીલ સામગ્રી જોઈને કોઈ પણ ચોંકી શકે છે. આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે નગ્નતા જે કેબલ ટેલિવિઝન નેટવર્ક (રેગ્યુલેશન) એક્ટ, 1995 ની કલમ 16 હેઠળ શિક્ષાપાત્ર છે. જે જાહેરાતોમાં દેખાય છે. કોર્ટે કહ્યું કે કેબલ ઓપરેટરો સુનિશ્ચિત કરશે કે કેબલ સેવા પર આવતા કાર્યક્રમોમાં મહિલાઓનું ચિત્રણ ‘સૌંદર્યલક્ષી અને સુરુચિપૂર્ણ તથા શાલિનતા -શિષ્ટાચારના સ્થાપિત ધારાધોરણોની અંદર હોવું જોઈએ. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, આ પ્રકારે કેબલ ટેલિવિઝન નેટવર્ક નિયમ, 1994 ના નિયમ 7 (1) મુજબ ટેલિકાસ્ટ કાર્યક્રમોમાં સબ્સ્ક્રાઇબર્સની નૈતિકતા, શિષ્ટાચાર અને ધાર્મિક સંવેદનશીલતાને ઠેસ ન પહોંચવી જોઈએ.

ટેલિકાસ્ટ કાર્યક્રમોમાં સબ્સ્ક્રાઇબર્સની નૈતિકતા, શિષ્ટાચાર અને ધાર્મિક સંવેદનશીલતાને ઠેસ ન પહોંચવી જોઈએ

આ સાથે જ કોર્ટે જણાવ્યું હતું કે, કોન્ડોમ અને કામોત્તેજક, આંતરવસ્ત્રો વેચવાના નામ પર ચલાવવામાં આવીત જાહેરાતો કેબલ ટેલિવિઝન નેટવર્ક્સ નિયમ, 1994 ના નિયમ 7 (1) નું ઉલ્લંઘન કરી રહી છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે કેટલીક ચેનલો દિવસ દરમિયાન પણ આવા કાર્યક્રમો પ્રસારિત કરતી હતી, જેના ચલતા યુવા દર્શકોના મનમાં પ્રભાવ પડવાની આશંકા છે.

યુવા દર્શકોના મનમાં પ્રભાવ પડવાની આશંકા

આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ડોક્ટરની સલાહ ના નામ પર અને સાથે જ જાહેરાતોમાં પણ નગ્નતા ઉપલબ્ધ છે. તે સરળતાથી ઉપલબ્ધ છે અને બાળકો સહિત દરેક દ્વારા તે જોવામાં આવી રહી છે. આ સાથે જ તેમણે કહ્યું કે આવી જાહેરાતોની ખરાબ અસર પડે છે યુવાનો અને બાળકોના દિમાગ ઉપર ખરાબ અસર પાડે છે. કોર્ટે કહ્યું કે ન્યાયના હિતમાં આ સંબંધમાં નિર્દેશ જારી કરવાની જરૂરિયાત છે. જેથી બાળકો અને મહિલાઓની સુરક્ષા થવી જોઈએ. તેને જોતા અરજીની મુજબ એક અંતિમ આદેશ જારી કરવો જોઈએ.

ખંડપીઠે એમ પણ કહ્યું હતું કે આરટીઆઈને મળેલા જવાબથી જાણવા મળે છે કે પ્રોગ્રામ કોડ અને જાહેરાત કોડના ઉલ્લંઘન પર કેબલ ટેલિવિઝન નેટવર્ક અધિનિયમ અને નિયમો હેઠળ નજર રાખવામાં આવે છે. જો કે, જાહેરાતો કોડ હેઠળ પૂર્વ સેન્સર કરી શકાતી નથી. કોર્ટે આ બાબતની નોંધ લીધી અને સરકારને સિનેમેટોગ્રાફ એક્ટ 1952 ની કલમ 5 (એ) હેઠળ પ્રોગ્રામ્સના સેન્સરશીપના પાસા પર પ્રતિક્રિયા આપવા કહ્યું છે. આ કેસમાં આગામી સુનાવણી 1 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે. આ અગાઉ આ જજોની બેચે નિર્દેશ આપ્યો હતો કે તમિલ ફિલ્મના ટીઝરને સોશ્યલ મીડિયામાંથી હટાવી દેવામાં આવે. કારણ કે આ અશ્લિલતા પીરસી રહ્યા છે.

READ ALSO

Related posts

PM-CARES ફંડમાં પારદર્શકતા મામલે 100 પૂર્વ અધિકારીઓએ ઉઠાવ્યા સવાલ, વડાપ્રધાન મોદીને લખ્યો ઓપન લેટર

Ali Asgar Devjani

વેક્સિનની ભરપાઈ માટે મોદી સરકાર કરશે આ કામ, બજેટમાં આ લોકો માટે લાવી શકે છે વેક્સિન સેસ

Pravin Makwana

વેક્સિનેશન બાદ જો થશે આડઅસરો તો વળતર આપશે Bharat Biotech, કંપનીએ કરી આ મોટી જાહેરાત

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!