દેશમાં કોરોનાના કારણે ગંભીર બનતી સ્થિતી વિશે મદ્રાસ હાઈકોર્ટે ચૂંટણી પંચના અધિકારીઓને ઝાટકી નાંખ્યા. દેશમાં કોરોનાની નવી લહેર માટે પંચને જવાબદાર ગણાવીને હાઈકોર્ટે ટીપ્પણી કરી કે, પંચના અધિકારીઓ સામે હત્યાનો કેસ દાખલ કરી દેવો જોઈએ. આ પહેલાં કોલકાત્તા હાઈકોર્ટે પણ પંચને તતડાવ્યું હતું.

હાઈકોર્ટે ચૂંટણી પંચની ઝાટકણી કાઢીને યોગ્ય કર્યું છે પણ આ ઝાટકણી બહુ મોડી
વિશ્લેષકોના મતે, હાઈકોર્ટે ચૂંટણી પંચની ઝાટકણી કાઢીને યોગ્ય કર્યું છે પણ આ ઝાટકણી બહુ મોડી છે. ખરેખર તો ચૂંટણીની જાહેરાત થઈ ત્યારે જ કોરોનાને રોકવા માટે શું પગલાં લેવાશે એ અંગે પંચનો જવાબ માગવો જોઈતો હતો. પંચે ચૂંટણી સભાઓને મંજૂરી આપી ત્યારે હાઈકોર્ટે સુઓમોટો કરીને આકરા તેવર બતાવ્યા હોત તો કોરોના વિસ્ફોટ ના થયો હતો.

સોમવારે બંગાળમાં છેલ્લા તબક્કાનો ચૂંટણી પ્રચાર પણ સમાપ્ત થઈ ગયો. આ સંજોગોમાં હવે હાઈકોર્ટ કશું પણ કહે તેનો અર્થ નથી પણ હાઈકોર્ટ ખરેખર પોતાની ટીપ્પણી વિશે ગંભીર હોય તો ચૂંટણી પંચના અધિકારીઓ સામે પેનડેમિક એક્ટ હેઠળ કેસ દાખલ કરાવીને એક દાખલો બેસાડવો જોઈએ.
Read Also
- અમદાવાદ અને ગેટવિક વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કર્યું ઉદ્ઘાટન
- રાજકારણ / શરદ પવારની સલાહ પછી સાંસદ રાઉત રાહુલને સમજાવશે, સાવરકરના મુદ્દે રાહુલ ગાંધી સાથે કરશે ચર્ચા
- IPL 2023 / રોહિત શર્માની જગ્યાએ અમુક મેચોમાં સૂર્યકુમાર યાદવ સંભાળશે ટીમની કમાન, આ છે મોટું કારણ
- નોઈડામાં આંતરરાષ્ટ્રીય સ્તરનું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા મંજૂરી અપાઈ, 40000 દર્શકો માટે હશે બેઠક વ્યવસ્થા
- ભાવનગર / લોન આપવાના નામે અમેરિકાના નાગરિકો સાથે છેતરપિંડી કરનારા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા