GSTV
India News ટોપ સ્ટોરી

મદ્રાસ હાઈકોર્ટે અાપ્યો અેવો ચૂકાદો કે લાખો લોકોનાં અાંખમાં હર્ષનાં અાંસુ છલકી અાવ્યાં

તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને ડીએમકેના પ્રમુખ એમ. કરુણાનિધિના અંતિમ સંસ્કાર ચેન્નઈના પ્રસિદ્ધ મરીના બીચ ખાતે જ કરવામાં આવશે. મદ્રાસ હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશે સુનાવણી બાદ આની મંજૂરી આપી છે. મદ્રાસ હાઈકોર્ટના ચુકાદાની જાણકારી બાદ રાજાજી હોલ બહાર એકઠા થયેલા ડીએમકેના હજારો કાર્યકર્તાઓમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. કરુણાનિધિના પુત્ર અને તેમના રાજકીય વારસદાર એમ. કે. સ્ટાલિનની આંખોમાં આંસુ છલકી આવ્યા હતા.

કરુણાનિધિની અન્નાદુરાઈની નજીક સમાધિ બનાવવા માટે ડીએમકે દ્વારા મરીના બીચ પર જગ્યા માંગવામાં આવી હતી. પરંતુ તમિલનાડુની એઆઈએ-ડીએમકેની સરકાર દ્વારા આનો ઈન્કાર કરવામાં આવ્યો હતો. બાદમાં ડીએમકે દ્વારા મદ્રાસ હાઈકોર્ટમાં આના સંદર્ભે અપીલ કરવામાં આવી હતી. મદ્રાસ હાઈકોર્ટમાં અરજી પર સવારે આઠ વાગ્યાથી સુનાવણી ચાલુ થઈ હતી. તમિલનાડુ સરકાર, અરજદારો અને ડીએમકે દ્વારા હાઈકોર્ટમાં પોતપોતાના તરફથી રજૂઆતો કરવામાં આવી હતી. સરકારી વકીલે જ્યાં પ્રોટોકોલ અને ઈતિહાસનો હવાલો આપ્યો.. ત્યારે ડીએમકેના વકીલોએ આખા મામલાને ભાવનાઓ સાથે જોડીને રજૂ કર્યો હતો.

કોર્ટમાં શું થઈ દલિલો
10:00 AM: મદ્રાસ હાઈકોર્ટમાં તમિલનાડુ સરકારે કહ્યું- આ કેસને કોર્ટમાં લાવીને દ્રુમક તેમનો રાજકીય એજન્ડા ચલાવી રહી છે. ડીકે પ્રમુખ પેરિયાર દ્વવિડ આંદોલનના સૌથી મોટા નેતા છે. તો શું તેમની સમાધિ મરીના બીચ પર બનાવવામાં આવી છે?
09:32 AM: હાઈકોર્ટમાં દ્રુમકના વકીલે કહ્યું કે, રાજ્યની 7 કરોડ જનતામાંથી 1 કરોડ લોકો કરુણાનિધિના સમર્થન છે. જો મરીના બીચ પર સમાધિ માટે જગ્યા આપવામાં નહીં આવે તો આ સમર્થકો વિરોધ કરશે.
09:30 AM: કરુણાનિધિની સમાધિ પર વિવાદ વધતા મરીના બીચ પર આવેલા જયલલિતાની સમાધી પર સુરક્ષા વધારી દેવામાં આવી.
09:25 AM: હાઈકોર્ટમાં મુદ્રકના વકીલે રાજ્ય સરકારને કહ્યું, તમે કરુણાનિધિના નિધન પર રાજકીય શોક જાહેર કરી શકો છો, તો પછી સમાધિ માટે જગ્યા કેમ નથી આપી શકતા.
09:15 AM: ડીએમકેના વકીલે કહ્યું, ડીએમકેના સંસ્થાપક અન્ના ઘણીવાર કહેતા હતા કે કરુણાનિધિ મારી જિંદગી છે. ગાંધી મંડપ પાસે તેમની દફનવિધિ કરવી સન્માનજનક વિદાય નહીં કહેવાય. 
9:01 AM: તમિલનાડુ સરકારે પોતાના શપથ પત્રમાં કહ્યું, જ્યારે કરુણાનિધિ મુખ્યમંત્રી હતા, ત્યારે પ્રોટોકોલ જણાવ્યા બાદ પણ તેઓએ પૂર્વ સીએમ જાનકી રામચંદ્રનની સમાધિ માટે જમીન નહોતી આપી.

સરકારી વકીલ વૈદ્યનાથન દ્વારા કહેવામાં આવ્યું હતું કે ડીએમકે હવે કરુણાનિધિ મુખ્યપ્રધાન તરીકે બનાવાયેલી નીતિને નહીં માનવાની વાત કરી રહી છે. આ કરુણાનિધિનું સમ્માન નહીં.. પણ અપમાન જેવું છે. તમિલનાડુની સરકારે પણ ગાંધી મંડપમ ખાતે બે એકર જમીનની ફાળવણી કરાઈ હોવાની રજૂઆત મદ્રાસ હાઈકોર્ટમાં કરી હતી.

મદ્રાસ હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન ચેન્નઈના મરીના બીચ ખાતે અન્નાદુરઈની સમાધિની બહાર રેપિડ એક્શન ફોર્સની તેનાતી કરવામાં આવી છે. જયલલિતાના સમાધિસ્થળની સુરક્ષા પણ ચુસ્ત કરવામાં આવી હતી. તમિલનાડુમાં આરએસએસના વિચારક અને સ્વદેશી જાગરણ મંચના સહ-સંયોજક સ્વામીનાથન ગુરુમૂર્તિએ કહ્યુ હતુ કે એમ. કરુણાનિધિની મરીના બીચ ખાતે દફનવિધિ કરવી જોઈએ નહીં.

Related posts

અમદાવાદ અને ગેટવિક વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કર્યું ઉદ્ઘાટન

Nakulsinh Gohil

રાજકારણ / શરદ પવારની સલાહ પછી સાંસદ રાઉત રાહુલને સમજાવશે, સાવરકરના મુદ્દે રાહુલ ગાંધી સાથે કરશે ચર્ચા

Hardik Hingu

નોઈડામાં આંતરરાષ્ટ્રીય સ્તરનું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા મંજૂરી અપાઈ, 40000 દર્શકો માટે હશે બેઠક વ્યવસ્થા

GSTV Web News Desk
GSTV