GSTV
Gujarat Government Advertisement

હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની અન્ય રાજ્યમાં બદલી કરતાં રાજીનામું ધરી દીધું

Last Updated on September 8, 2019 by Mayur

મદ્રાસ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિજયા કે. તાહિલરમાનીએ પોતાના પદેથી રાજીનામુ આપ્યું છે. સુપ્રીમ કોર્ટ કોલાજિયમે તાહિલરમાનીની બદલી મદ્રાસ હાઈકોર્ટમાંથી મેઘાલય હાઈકોર્ટમાં કરી હતી. આ નિર્ણય સામે પોતાની નારાજગી દર્શાવવા માટે તેમણે રાજીનામુ આપ્યું છે.  મદ્રાસ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તાહિલરમાનીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પોતાનું રાજીનામુ સોંપ્યું છે અને તેની એક કોપી ભારતના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈને પણ મોકલી છે.

સુપ્રીમ કોર્ટ કોલાજિયમે મેઘાલય હાઈ કોર્ટમાં બદલી અંગે પુનર્વિચાર માટેની અપીલને નામંજૂર કરી હતી જેથી નારાજગી વ્યક્ત કરવા માટે તેમણે રાજીનામુ આપ્યું છે. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી કોલાજિયમે તાહિલરમાનીને મેઘાલય હાઈકોર્ટમાં સ્થાનાંતરિત કરવા ભલામણ કરી હતી. તાહિલરમાનીને ગત વર્ષે આઠ ઓગષ્ટના રોજ મદ્રાસ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

ન્યાયમૂર્તિ તાહિલરમાની બીજી ઓક્ટોબર, 2020ના રોજ સેવાનિવૃત્ત થવાના હતા. કોલાજિયમે 28 ઓગષ્ટના રોજ તેમની બદલી માટે ભલામણ કરી હતી. ત્યાર બાદ તાહિલરમાનીએ બદલીના પ્રસ્તાવ પર પુનર્વિચાર કરવા કોલાજિયમને અપીલ કરી હતી. આ ઉપરાંત તેમણે કોલાજિયમના નિર્ણયનો વિરોધ પણ કર્યો હતો.

કોલાજિયમે મેઘાલય હાઈકોર્ટના મુખ્ય ન્યયાધીશ એકે મિત્તલની બદલી મદ્રાસ હાઈકોર્ટમાં કરવા માટે પણ ભલામણ કરી હતી. તાહિલરમાનીને26 જૂન 2001ના રોજ મુંબઈ હાઈ કોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. મુંબઈ હાઈકોર્ટના કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશના પદે કામ કરતી વખતે તાહિલરમાનીએ મે 2017માં બિલકિસ બાનો સામૂહિક બળાત્કાર કેસમાં તમામ 11 લોકોની દોષસિદ્ધિ અને આજીવન કેદની સજા કાયમ રાખી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સમગ્ર ગુજરાતમાં મેઘમહેર: ભારે પવન સાથે સરેરાશ 3 ઈંચ જેટલો વરસાદ, ક્યાંક હાલાકી તો ક્યાંક જગતનો તાત ખુશ

Pritesh Mehta

રામ મંદિર નિર્માણમાં ભ્રષ્ટાચાર બાદ ભડક્યાં સાક્ષી મહારાજ, કહ્યું – ‘રસીદ દેખાડો અને ડોનેશન લઇ જાઓ’

Dhruv Brahmbhatt

રાજકારણ/ મોદી ભાજપના કેટલાક મુખ્યમંત્રીઓને રવાના કરશે, કોરોનામાં નિષ્ફળ મુખ્યમંત્રીઓ થશે ઘરભેગા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!