GSTV

વિચિત્ર / વર્લ્ડ રેકોર્ડ બનાવવા પાછળ આ યુવતીઓએ કર્યુ ગાંડપણ, ફોટો જોઈને તમે પણ થઇ જશો હસીને લોટપોટ

Last Updated on October 12, 2021 by Zainul Ansari

જ્યારે પણ તમે કોઈ ગાડીમા ક્યાંક જતા હોવ અને જો તેમાં પણ 5 થી વધુ લોકો બેઠા હોય તો ઘણી સમસ્યા થાય છે. ગાડીની પાછળની સીટ પર ચાર લોકોને એકસાથે બેસવામા ખૂબ જ મુશ્કેલી પડે છે પરંતુ, આજે અમે તમને એક એવા વિચિત્ર વર્લ્ડ રેકોર્ડ વિશે જણાવવા જઈ રહયા છીએ કે, જેના વિશે જાણીને થોડીવાર માટે તમે પણ વિચારતા થઇ જશો કે, આવું કેવી રીતે શક્ય બને?

તમને જાણીને આશ્ચર્ય પણ થશે કે, 5-7 નહીં પરંતુ, 20 ચીયર લીડર્સ એક કારમાં બેસીને વર્લ્ડ રેકોર્ડમા નામ નોંધાવ્યું હતુ. હા, એક નાનકડી એવી ગાડીમાં 20 ચીયર લીડર્સ એકસાથે અંદર બેઠી હતી. તમે ગાડી સાથે આ ચીયર લીડર્સનો ફોટો જોશો તો થોડા સમય માટે તમે પણ ચકરાવે ચડી જશો કે, આ કેવી રીતે એડજસ્ટ થઇ હશે? આ ગાડી જોઈને તમે અંદાજ લગાવી શકો કે, આ ગાડીમાં ચાર લોકો તો માંડ-માંડ સમાય ત્યારે આ 20 ચીયર લીડર્સ કેવી રીતે બેસી એ જાણવું કોયડા સમાન છે.

આ ચીયર લીડર્સ કારમાં કેવી રીતે બેઠી તેનો એક વીડિયો પણ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે.આ વિડીયોમાં દેખાડવામાં આવે છે કે આ રેકોર્ડ કેવી રીતે બનાવવામાં આવ્યો. આ રેકોર્ડ અમેરિકાની ગ્લેન્ડેલ ચીયરલીડર્સ ટીમે બનાવ્યો હતો. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, ચીયર લીડર્સ ગાડીના પાછળના ડિક્કીના ભાગથી લઈને આગળના ડેશબોર્ડના ભાગ સુધી દરેક જગ્યાએ એડજસ્ટ થઇ હતી અને આ રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો.

Read Also

Related posts

બૉલીવુડની જાણીતી અભિનેત્રી ફારુખ જાફરનું નિધન, ઉમરાઉ જાનથી કરી હતી એક્ટિંગની શરૂઆત

Damini Patel

પોલીસની દાદાગીરી/ મફતમાં ફ્રૂટ ન આપતા નશામાં ધૂત પોલીસે સગર્ભાના પેટ પર લાત મારી, પોણા ત્રણ વર્ષે પોલીસે ગુનો નોંધ્યો

Pravin Makwana

ધર્માંતરણ કેસ/ ઉત્તર પ્રદેશમાં એટીએસ દ્વારા મોટો ઘટસ્ફોટ, આરોપીઓ અલકાયદાના સંપર્કમાં હોવાના પુરાવા મળ્યા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!