GSTV
Home » News » મધ્યપ્રદેશની ચૂંટણી : જો આ એક બટન નહોત તો કદાચ શિવ’રાજ’ હોત

મધ્યપ્રદેશની ચૂંટણી : જો આ એક બટન નહોત તો કદાચ શિવ’રાજ’ હોત

મધ્યપ્રદેશમાં ભાજપ સતત ત્રણ વખત સત્તામાં આવ્યા બાદ ચોથી વાર સત્તામાં પુનરાવર્તનથી ચુકી ગયું છે. મધ્યપ્રદેશમાં ભાજપ મેજિક ફિગરથી માત્ર પાંચ બેઠકો પાછળ રહ્યું છે. જો કે આમા કોંગ્રેસને મળેલી જીત અને ભાજપની હારમાં નોટાએ ઘણી બેઠકો પરના પરિણામોમાં નિભાવેલી ભૂમિકાની મહત્વની અને નિર્ણાયક ભૂમિકા રહી છે. ઓછામાં ઓછી અગિયાર બેઠકો પર નોટાએ ઉમેદવારોની જીતની બાજીને બગાડી હતી. મધ્યપ્રદેશમાં બીએસપીને બે, સમાજવાદી પાર્ટીને એક અને અપક્ષને ચાર બેટકો પ્રાપ્ત થઈ છે. જ્યારે 230 બેઠકોમાંથી ભાજપને 109 બેઠકો મળી છે.

230 બેઠકોવાળી મધ્યપ્રદેશ વિધાનસભામાં 116 બેઠકોનો મેજિક ફિગર કોંગ્રેસ બીએસપી અને એસપીના સમર્થનથી આસાનીથી પાર કરી લેશે. ભાજપ કોંગ્રેસ કરતા પાંચ બેઠકો દૂર રહ્યુ છે. પરંતુ જો આંકડા પર નજર નાખવામાં આવે તો નોટા ઘણી બેઠકોના પરિણામોના નિર્ધારણમાં મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળ્યુ છે.

દમોહમાં કોંગ્રેસના રાહુલ સિંહે 78 હજાર 997 વોટ સાથે ભાજપના જયંત મલૈયાને હરાવ્યા છે. મલૈયાના 78 હજાર 299 મત મળ્યા છે. બંને ઉમેદવારો વચ્ચે માત્ર 798 વોટનું અંતર છે. જ્યારે દમોહ બેઠક પર નોટાનો વિકલ્પ પસંદ કરનારા વોટર્સ 1299 છે. ગુન્નૌર બેઠકમાં કોંગ્રેસને શિવદયાલ બાગારી 57 હજાર 658 અને ભાજપના રાકેશ વર્માને 55 હજાર 674 વોટ મળ્યા હતા. કોંગ્રેસને અહીં માત્ર 1984 વોટથી જીત મળી હતી. જ્યારે નોટા પસંદ કરનારા મતદાતાઓની સંખ્યા 3734 હતા.

રાજપુર બેઠક પરથી કોંગ્રેસના બાલા બચ્ચનને 85513 અને તેમણે ભાજપના અંતરસિંહ દેવીસિંહ પટેલને 932 વોટથી હરાવ્યા હતા. રાજપુર બેઠક પર નોટા પસંદ કરનારા વોટર્સની સંખ્યા 2485 છે. રાજનગર પર કોંગ્રેસના વિક્રમસિંહને 40 હજાર 362 અને ભાજપના અરવિંદ પટેરિયાને 39 હજાર 630 વોટ મળ્યા હતા. કોંગ્રેસ રાજનગર બેઠક પરથી 732 વોટથી જીત્યું અને અહીં નોટાને 2485 વોટ મળ્યા હતા.

નેપાનગર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર સુમિત્રાદેવી કાસડેકરને 85 હજાર 320 અને ભાજપના મંજૂ રાજેન્દ્ર દાદૂને 84 હજાર 56 મત મળ્યા હતા. આ બેઠક પર કોંગ્રેસને 1264 મતે વિજય મળ્યો હતો અને નોટાને 2551 વોટ મળ્યા હતા. મધ્યપ્રદેશની સુવાસરા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર હરદીપસિંહને 93 હજાર 169 મળ્યા અને તેમણે ભાજપના ઉમેદવાર રાધેશ્યામ નંદલાલ પાટીદારને 350 વોટથી હરાવ્યા હતા. અહીં નોટાને 2976 વોટ મળ્યા હતા.

માંધાતા બેઠક પર કોંગ્રેસના નારાયણ પટેલને 71228 વોટ મળ્યા હતા. કોંગ્રેસે ભાજપના ઉમેદવાર નરેન્દ્રસિંહ તોમરને 1236 વોટથી હરાવ્યા હતા. નોટાને અહીં 1575 વોટ મળ્યા હતા. જોબટ બેઠક પરથી કોંગ્રેસના કલાવતી ભૂરિયાને 46 હજાર 67 અને ભાજપના માધોસિંહ ડાબરને 44 હજાર 22 વોટ મળ્યા હતા. કોંગ્રેસને 2056 વોટની સરસાઈ મળી અને નોટાને 5139 વોટ મળ્યા હતા. બ્યાવરા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ગોવર્ધનસિંહે ભાજપના નારાયણસિંહ પંવારને 826 વોટથી હરાવ્યા અને નોટાને 1481 વોટ મળ્યા હતા.

ગ્વાલિયર સિટી બેઠક પરથી કોંગ્રેસના પ્રવીણ પાઠકે ભાજપના નારાયણસિંહ કુશવાહાને 121 વોટ પર હરાવ્યા અને 1550 લોકોએ નોટાને પસંદ કર્યો હતો. જબલપુર (એન) બેઠક પરથી કોંગ્રેસના વિનય સક્સેનાએ ભાજપના શરદ જૈનને 578 વોટથી હરાવ્યા હતા અને અહીં નોટા પર 1209 લોકોએ વોટ કર્યો હતો. મધ્યપ્રદેશમાં નોટાને કારણે પ્રભાવિત થનારી 22 બેઠકો છે અને તેના લપેટામાં ભાજપના ચાર પ્રધાનો પણ આવી ગયા હતા. જો કે ભાજપ અને કોંગ્રેસને મળેલા મતનું અંતર માત્ર એક ટકા જેટલુ જ રહ્યું છે. જ્યારે નોટા પર 1.4 ટકા એટલે કે 5.4 લાખ વોટરે વોટિંગ કર્યું હતું.

READ ALSO 

Related posts

પતિ સાથે થયો ઝગડો તો પત્નીએ પાડોશી સાથે બનાવ્યા સંબધ, પછી થયું એવું કે…

pratik shah

મહારાષ્ટ્ર : મોટા અને નાના ભાઈનો વિવાદ ફરી વકર્યો, સીટોની વહેંચણી રચશે નવા સમીકરણો

Riyaz Parmar

જમ્મુ કાશ્મીરની સ્થિતિ અંગે કોંગ્રેસ બાદ આ પાર્ટી આવી મેદાને, કહ્યું- અહિંયા બધુ બરાબર નથી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!