GSTV

મધ્યપ્રદેશમાં અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ/ વિદિશાના અનેક વિસ્તારો જળમગ્ન, અનેક મકાન થયા ધરાશાયી

Last Updated on July 22, 2021 by Pritesh Mehta

મધ્યપ્રદેશના ઘણા ભાગોમાં મૂશળધાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે ઘણા ભાગો જળમગ્ન બન્યા છે. વિદિશા જિલ્લાના સિરોજ તાલુકામાં ભારે વરસાદ વરસાદ વરસ્યો હતો. જેના કારણે અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. ગામડાઓમાં કાચા મકાન ધરાશાયી થયા છે.

મધ્યપ્રદેશ

અથાઇખેડા ગામે આશરે 10 કાચા મકાનો પડી ગયા. જ્યારે કે નદીમાં તણાઇ જવાથી એક બાળકીનું મોત નિપજ્યું. સિરોજ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 10 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો. ભારે વરસાદના કારણે સમગ્ર શહેરમાં નજારો બદલાઇ ગયો. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું.

નિચાણવાળા વિસ્તારોમાં ઘણા મકાનો પાણીમાં ડૂબી ગયા. જેના કારણે લોકો સુરક્ષિત સ્થળે આશરો લેવા મજબૂર બન્યા. સિરોજથી મંડી બામોરા રોડ પર જવારી નદીમાં પાણી ફરી વળ્યા. અહીં માર્ગો પર ચારથી પાંચ ફૂટ જેટલું પાણી ભરાઇ ગયું. જેના કારણે વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

Farmer cultivates the Bamboo : 25 રૂપિયાનો છોડ લગાવી કરી શરૂઆત, હવે કમાય છે લાખો રૂપિયા; જાણો સંપૂર્ણ બિઝનેસ પ્લાન

Vishvesh Dave

Agni-5: ભારતની આ બેલેસ્ટિક મિસાઈલની રેન્જમાં છે અડધોઅડધ વિશ્વ, થરથર કાંપે છે ચીન-પાકિસ્તાન

Pritesh Mehta

Girls Problems / દરેક ટીનેજ ગર્લ્સને અનુભવાતી આ સમસ્યાની સરળ માહિતી માટે અમદાવાદી ટીનેજરે શોધ્યો આ ઉકેલ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!