GSTV
India News Trending

પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચેલા મોદી સરકારના મંત્રીનો ભારે વિરોધ, કાર પર લોકોએ ફેંક્યો કાદવ!

કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા માટે શ્યોપુર પહોંચ્યા હતા. લોકોએ ફરિયાદ કરી કે પૂર પહેલા તેમને જાણ કરવામાં આવી નહતી. હવે પૂરમાં બધું જ બરબાદ થઈ ગયું છે. તોમર સામે રોષે ભરાયેલા નારાજ લોકો કેન્દ્રીય મંત્રીની કારની સામે પણ સૂઈ ગયા હતા. તેમને ઘેરી પણ લીધા હતા. કેટલાક લોકોએ તેની કાર પર કાદવ પણ ફેંક્યો હતો.

  • પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા કેન્દ્રીય કૃષિ મંત્રી
  • તંત્રની બેદરકારીથી રોષે ભરાયા હતા લોકો
  • સ્થાનિક લોકો કેન્દ્રીય મંત્રી તોમરનો ઘેરાવ કરી વિરોધ કય્ર્ાાે
  • તોમરની કાર પર લોકો કાદવ ફેંક્યો, તંત્ર પર

વિરોધમાં લોકો મંત્રીની કાર સામે સૂઈ ગયા

નરેન્દ્ર સિંહ તોમર પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા પહોંચ્યા હતા. શ્યોપુરના ગણેશ બજારમાં પહોંચતા જ પુરુષો અને મહિલાઓ રોષે ભરાયા હતા. વિરોધમાં લોકો મંત્રીની કાર સામે સૂઈ ગયા. તેમને ઘેરી પણ લીધા હતા. અંતે તોમર કારમાંથી નીચે ઉતર્યા અને લોકોની સમસ્યાઓ સાંભળી હતી.

લોકોએ આરોપ લગાવ્યો કે, જિલ્લા વહીવટીતંત્રે પૂર અંગે સમયસર જાણ કરી ન હતી. જેને કારણે ઘણું નુકસાન થયું છે. નિયમો અનુસાર વહીવટીતંત્રે આ બાબતે જાણ કરવી જોઈતી હતી. પૂર આવ્યા બાદ વીજળી ડૂલ થઈ ગઈ હતી. સંદેશાવ્યવહાર સેવા પણ બંધ કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત તંત્ર રાહત પહોંચાડવાને બદલે મનમાની કરતા લોકો વધુ રોષે ભરાયા હતા.

READ ALSO

Related posts

બોલિવૂડ / અજય દેવગણની દ્રશ્યમ ટુનો બોક્સ ઓફિસ પર ધમાલ યથાવત, નવમાં દિવસે કલેક્શનમાં મોટો ઉછાળો

Hardik Hingu

વેડિંગ લોન / લગ્ન માટે પણ મળી શકે છે લોન, હોવા જોઈએ આ જરૂરી દસ્તાવેજ

Akib Chhipa

દિલ્હી એમસીડી ચૂંટણી 2022: ”રેપિસ્ટ હવે થેરાપીસ્ટ બની ગયા છે’, સત્યેન્દ્ર જૈનના મસાજ વાળા વીડિયો પર જેપી નડ્ડાનો ટોણો

GSTV Web Desk
GSTV