આને કહેવાય પત્ની વ્રતા. મધ્ય પ્રદેશના ગુનામાં હેન્ડ પમ્પમાંથી પાણી ભરવા માટે છેક અર્ધો કિમી દૂર જતી પત્નીની તકલીફ જોઇને એક ગરીબ મજુરે માત્ર પંદર દિવસમાં જ પોતાના ઘરે કુવો બનાવી પત્નીની તકલીફને દૂર કરી. જિલ્લા વહીવટી તંત્રે પત્ની પ્રત્યેની લાગણીની કદર કરી હતી અને તેમના જીવનમાં પરિવર્તન આવે એટલા માટે કેટલાક સરકારી ફાયદા આપવા નિર્ણય કર્યો હતો.

ચંચોડા તાલુકાના ભાણપુર બાવાના રહેવાસી ૪૬ વર્ષના ભરત સિંહને પત્ની અર્ધો કિમી દૂર જઇ પરિવારની જરૂરિયાત માટે હેન્ડપમ્પમાંથી પાણી ભરીને લાવતી હતી તે ના જોવાયું.

એક દિવસે મશીનમાં ખામી સર્જાતા પાણી ન મળ્યા પછી તેની પત્ની ખાલી હાથે ઘરે પરત ફરી હતી અને પતિને પાણીની તકલીફની ફરિયાદ કરી હતી. ત્યાર પછી ભરત સિંહે તેમના પત્નીને કહ્યું હતું કે હવે તારા માટે હું કુવો ખોદીશ. આ સાંભળીને પત્ની હસી હતી.

પરંતુ ભરત સિંહ મક્કમ હતો અને એણે કામ શરૂ કર્યું. તેણે ખોદકામ કરતા કરતા ૩૧ ફુટ નીચે સુધી માટી કાઢી હતી. માત્ર પંદર દિવસમાં જ એણે છ ફુટ પહોળા કુવાને ખોદી નાંખ્યો હતો. હવે ભરત સિંહને માત્ર ઘર માટે જ નહીં બલકે ખેતી અને ઢોર માટે પણ પાણી મળે છે.
READ ALSO
- આ ઓનલાઇન ગેમ હવે નહિ રમી શકો, રાજ્ય સરકારે મુક્યો પ્રતિબંધ
- ઓછા ખર્ચમાં શરૂ કરો LED બલ્બની ફેક્ટરી, થશે ધૂમ કમાણી: પીએમ મોદી પણ કરી ચુક્યા છે આ બિઝનેસ આઇડિયાના વખાણ
- કોરોના ઈફેક્ટ: પુણેમાં 14 માર્ચ સુધી સ્કૂલ-કોલેજ અને કોચિંગ ક્લાસ બંધ, અઘાડી સરકારે કર્યો નિર્ણય
- આશ્ચર્ય / મધથી પણ મીઠા હોય છે કાળા રંગના સફરજન, આટલા રૂપિયામાં મળે છે 1 સફરજન
- ગજબ/ શું તમે પહેલા ક્યારેય જોયો છે આ કોબ્રા, વીડિયો જોઈને તમે પણ રહી જશો દંગ