GSTV

મધ્યપ્રદેશમાં અતિવૃષ્ટિ અને પૂરને લીધે પરિસ્થિતિ થઈ બેકાબૂ, આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી

Last Updated on August 4, 2021 by pratik shah

મધ્યપ્રદેશમાં અતિવૃષ્ટિ અને પૂરને લીધે સ્થિતિ બેકાબૂ થઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જેને લીધે તંત્ર દ્વારા સૈન્યની મદદ લેવામાં આવી રહી છે. શિવપુરી, શ્યોપુર, દતિયા, ગ્વાલિયર, ભીંડ અને રીવા જેવા જિલ્લાઓના આશરે 1,171 ગામડાઓ પ્રભાવિત થયા હતા. કુલ 200 ગામડાં પાણીમાં ગરકાવ થયા હતા. એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમે આશરે 1,600 લોકોને સલામત સ્થળે ખસેડયા હતા. એરફોર્સના પાંચ હેલિકોપ્ટરે ગ્વાલિયરમાંથી ઉડ્ડયન ભર્યા બાદ હવામાન ખરાબ હોવાથી રૅસ્કયૂ માટે ઉતરી નહોતા શક્યા.

એમપીમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી

એમપીમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તેમજ 10 જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એમપીના મડીખેડા ડેમમાંથી પહેલા 12 હજાર 500 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમના નીચાળવાળા ગામડાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ડેમથી પાણી છોડવાને લીધે સિંધ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

સિંધ નદીના ધસમસતા પાણીમાં ગોરાઘાટ નજીક લાંચનો પુલ પાણીમાં ધોવાઈ

સિંધ નદીના ધસમસતા પાણીમાં ગોરાઘાટ નજીક લાંચનો પુલ પાણીમાં ધોવાઈ ગયો હતો. આ આ પુલ 10 વર્ષ પહેલાં જ તૈયાર કરવામાં આવ્યો હતો.સીએમ શિવરાજસિંહ ચૌહાણે અસરગ્રસ્ત ગામડાઓના લોકોને અપીલ કરતા કહ્યું કે, તેઓ એલર્ટ રહે અમે તમારી ચિંતા કરીએ છીએ. રાહત શિબિર અને ભોજનની વ્યવસ્થા કરવાના નિર્દેશ આપ્યા હતા. તેમજ લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરી હતી. દરેક ડેમ સલામત હોવાની અને સરકાર બને તેટલી મદદ કરવાનો પ્રયાસ કરી રહી છે.

સરકાર બને તેટલી મદદ કરવાનો પ્રયાસ કરી રહી છે

એમપીના શિવપુરી અને શ્યોપુરમાં બે દિવસમાં જ 32 ઈંચ જેટલો મૂશળધાર વરસાદ ખાબકી જતા પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જેના લીધે શિવપુરી અને શ્યોપુરમાં 22 ગામડાઓ પાણીમાં ઘેરાયેલા છે. જેમાંથી 11 લોકોને એરફોર્સની મદદથી બહાર કઢાયા હતા.

એસડીઆરએફની 70 ટીમ અને ત્રણ એનડીઆરએફી ટીમ દ્વારા રૅસ્ક્યૂ ઑપરેશનમાં લાગી હતી. કેન્દ્રને પૂરમાં સહાય માટે વધુ ટીમો મોકલવા અપીલ કરવામાં આવી હતી. એમપીના સીએમ શિવરાજસિંહ ચૌહાણે પ્રદેશમાં સર્જાયેલી અતિવૃષ્ટિ અને પૂરની સ્થિતિ અંગે પીએમ મોદીને જાણ કરી હતી. તેમજ પ્રદેશને બને તેટલી સહાય માટે અપીલ પણ કરી હતી.

READ ALSO

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / PM નરેન્દ્ર મોદીના ચાહકો માટે મોટા સમાચાર, વડાપ્રધાનને મળેલી ભેટ ખરીદવાની સોનેરી તક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!