GSTV

હદ કરી/ પીએમ મોદીની દાઢીમાં ઘરના ઘર છે, એ ખાલી હાથ ફેરવે તો પણ એક કરોડ ઘર ખરી પડે

મોદી

Last Updated on November 25, 2021 by Bansari

ખુશામતખોરી રાજકારણનો એક અભિન્ન હિસ્સો રહી છે. જોકે ક્યારેક ક્યારેક નેતાઓ વધારે પડતા વખાણ કરીને હાંસીપાત્ર બનતા હોય છે. મધ્યપ્રદેશના સાંસદ જર્નાદન મિશ્રાએ પીએમ મોદીના વખાણ કરવામાં તમામને પાછળ છોડી દીધા છે.

>પીએમ મોદીની દાઢીમાં ઘરના ઘર છે, એ ખાલી હાથ ફેરવે તો પણ એક કરોડ ઘર ખરી પડે

પીએમ મોદીની દાઢીની સરખામણી પીએમ આવાસ યોજના સાથે કરી

સાંસદે એક કાર્યક્રમમાં પોતાના મતદારો સમક્ષ પીએમ મોદીની દાઢીની સરખામણી પીએમ આવાસ યોજના સાથે કરી નાંખી હતી. જર્નાદન મિશ્રાએ કહ્યું હતું કે, જ્યાં સુધી દેશના દરેક વ્યક્તિને ઘર નહીં મળે ત્યાં સુધી પીએમ મોદીની દાઢીમાંથી ઘરના ઘર ખરતા રહેશે. પીએમ મોદીની દાઢીમાં ઘરના ઘર છે. તેઓ જ્યારે પણ પોતાની દાઢી પર હાથ ફેરવે છે ત્યારે ક્યારેક પચાસ લાખ તો ક્યારેક એક કરોડ ઘર તેમાંથી નિકળે છે.

મોદી

પીએમ મોદીની દાઢી અને પીએમ આવાસ યોજના અમર

તેમણે કહ્યું હતું કે, પીએમ મોદીની દાઢી અને પીએમ આવાસ યોજના અમર છે. બંને ક્યારેય ખતમ નહીં થાય. દરમિયાન પોતાના નિવેદન અંગે સાંસદે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, ગામના લોકોમાં અફવા ફેલાઈ હતી કે પીએમ આવાસ યોજના બંધ થવાની છે અને તેમનો ભ્રમ દુર કરવા માટે મારે આવું નિવેદન આપવું પડ્યું હતું. લોકો સમજે તેવી ભાષામાં સમજાવવા માટે મેં આવું નિવેદન આપ્યું હતું.

Read Also

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

ઈતિહાસ / 1885થી અત્યાર સુધી 64 એવી ઘટના બની જ્યારે કોંગ્રેસમાંથી અલગ થઈ નેતાઓએ બનાવ્યો પોતાનો અલગ પક્ષ, ઈન્દિરા ગાંધીએ પણ બે વખત છોડ્યો ‘હાથ’

Zainul Ansari

ગીર સોમનાથ / સફેદ માખીના રોગ સામે મળશે રક્ષણ: સુત્રપાડાના ખેડૂતે શોધ્યો રામબાણ ઈલાજ, નાળિયેરના ઉત્પાદનમાં પણ થશે વધારો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!