GSTV
Home » News » આડાસંબંધ રાખનારી પત્નીને એવી ફટકારાઈ સજા કે ભૂલથી પણ બીજા સામે ક્યારેય નહીં જુએ

આડાસંબંધ રાખનારી પત્નીને એવી ફટકારાઈ સજા કે ભૂલથી પણ બીજા સામે ક્યારેય નહીં જુએ

બીજાને પ્રેમ કરવા બદલ પંચાયતે પત્નીને કરી આકરી સજા, પતિને ખભે બેસાડી ગામમાં ફેરવી હતી. જેમાં પ્રેમ કરવો એ ખાંડાના ખેલ નથી. ત્યારે પરણ્યા પછી અન્ય કોઇ વ્યકિત સાથે પ્રેમસંબંધ રાખવો ગેરકાયદેસર ગણાય છે. ત્યારે પ્રેમમાં ઘણી વખત સજા પણ ભોગવવી પડતી હોય છે.

જ્યારે આવો જ એક બનાવ ભોપાલમાં બન્યો હતો. જેમાં બીજાને પ્રેમ કરવા બદલ એક પરિણીતાને પંચાયતે આકરી સજા કરી હતી. જેમાં પત્નીને તેના પતિને ખભા ઉપર બેસાડી ગામમાં ફેરવવાની સજા કરવામાં આવી હતી. મધ્યપ્રદેશના થાંદલા પોલીસ મથક હેઠળના દેવીગઢમાં એક મહિલાને પતિ ઉપરાંત અન્ય વ્યકિત સાથે પ્રેમસંબંધ હતો. ત્યારે તેની જાણ તેણીના પરિવારજનો થઇ હતી. ત્યારે બાદમાં ભીલ પંચાયત બેઠક થઇ અને તેમાં પંચાયતે મહિલાને તેના પતિને પોતાના ખભા ઉપર બેસાડી આખા ગામમાં ફેરવવાની આકરી સજા ફટકારી હતી. ત્યારે સગા સંબંધીઓ અને ગામલોકોએ એકઠા થઇ પતિને પરિણીતાના ખભા ઉપર બેસાડી દીધો હતો. અને પછી મહિલાએ તેના પતિને ખભા પર ઉંચકી આખા ગામમાં ફરી.

તેણીની આ સજા દરમિયાન આસપાસ અનેક લોકો નાચતા કૂદતા હતા.જયારે જયારે પરણિતા થાકીને ઉભી રહી જતી તો તેની સાથે ફરતા નાચતા કુદતા લોકો તેને માર મારતા હતા. જ્યારે આ આખી ઘટનાનો વિડીયો વાઇરલ થયો હતો. ત્યારે આ અંગે શનિવારે પરિણીતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે પીડિતાની ફરીયાદને આધારે પતિ શંકર, સસરા કાનજી રાઠોડ, તડવી ગોબરીયાડ, માજી સરપંચ રમેશ, મુકેશ, દીપલા, સોમલા, મુકેશના પિતા ગુલીયા ડામોર, મોહન, મેથીયા સહિત ૧ર આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યારે રવિવારે પોલીસે તમામને ચલાવીને કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યારે થાંદલા પીઆઇ મદનલાલ મીણાએ જણાવ્યું કે પોલીસમાં ફરિયાદ થયાના ર૪ કલાકમાં જ તમામ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.

READ ALSO

Related posts

બાલાકોટમાં એરસ્ટ્રાઇક દરમિયાન 6માંથી 5 ટાર્ગેટ તોડી પડાયાં હતાં: IAF નો રિવ્યૂ રિપોર્ટ

Bansari

સુપરસ્ટાર સલમાનખાનના પિતા સલીમ ખાનને મોહન ભાગવતના હસ્તે અપાયો આ એવોર્ડ

Mansi Patel

એરટેલને પછાડી આ કંપની બની બીજા નંબરની સૌથી મોટી ટેલિકોમ કંપની

Mansi Patel