GSTV
Home » News » રૂ.57000ની ચિલ્લર લઈને પહોંચ્યો શખ્સ બાઈક ખરીદવા, હકીકત જાણીને રડી પડ્યો ડીલર

રૂ.57000ની ચિલ્લર લઈને પહોંચ્યો શખ્સ બાઈક ખરીદવા, હકીકત જાણીને રડી પડ્યો ડીલર

મધ્યપ્રદેશમાં હસીબ હિન્દુસ્તાની નામનો શખ્સ બાઈક ખરીદવા માટે રૂ.57000 રોકડા લઈને શોરૂમ પહોંચ્યો હતો તો ત્યાં હાજર સૌ કોઈ દંગ રહી ગયા. કારણ કે આ શખ્સ 57000 રૂપિયા ચિલ્લર સ્વરૂપે લઈ ગયો હતો. આટલા પૈસાની ચિલ્લર જોઈને શોરૂમ વાળાએ પહેલાં તો હસીબને ઇન્કાર કરી દીધો પરંતુ તેનો કિસ્સો સાંભળીને શોરૂમ વાળા માની ગયા અને હસીબને તેની મનપસંદ બાઈક હીરો સ્પેલન્ડર આપી દીધી.

એક, બે, પાંચ અને દસ રૂપિયાના સિક્કા લઈને શોરૂમ પહોંચેલા હસીબે બતાવ્યું કે તેના પરિવારમાં દસ લોકો છે અને છેલ્લાં ત્રણ વર્ષથી આ બાઈક ખરીદવા માટે એક-એક પૈસા ભેગા કરી રહ્યાં હતાં. આટલું સાંભળીને શોરૂમ ડીલરની આંખોમાં આંસુ આવી ગયા હતાં.

આટલી બધી ચિલ્લરને ગણવા માટે તેણે લગભગ સંપૂર્ણ સ્ટાફને લગાવી દીધો હતો અને ત્રણ કલાકમાં કામ પૂરું થયું હતું. ડીલરે જણાવ્યું હતું કે હસીબ 10ના 322 સિક્કા, 5ના 1458 સિક્કા અને 2ના 15645 સિક્કા અને 1 રૂપિયાના 14600 સિક્કાઓ લઈને તેમની પાસે આવ્યો હતો.

શોરૂમવાળાએ કહ્યું હતું કે તમામ ચિલ્લરને બૅંકમાં જમા કરી દેવામાં આવશે જેથી છૂટ્ટા પૈસાની કમી થોડી હદે ઓછી થઈ શકે. હસીબ મધ્યપ્રદેશના રાઈસિન શહેરમાં એક દુકાન ચલાવે છે. તે ગુરુવારે (12 ઑક્ટોબર) પોતાના ઘરની પાસે આવેલા શોરૂમમાં ગયો હતો.

Related posts

સિંગતેલના ભાવમાં ભડકો, ખાદ્યતેલના ભાવ વધવાના આ છે કારણો

Mayur

એરટેલના આ ગ્રાહકોને મળી રહ્યું છે રૂપિયા 1,000 નું ડિસ્કાઉન્ટ, ઓફર માત્ર આજ માટે જ

NIsha Patel

15 લાખથી 34 લાખ રૂપિયા મળશે પગાર, આ કંપનીને ભારતમાં જરૂર છે સ્માર્ટ યુવાનોની

Bansari
Do NOT follow this link or you will be banned from the site!