GSTV

MPના ખેડૂતો આનંદો/ શિવરાજ સિંહ સરકારે આપી જગતના તાતને સૌથી મોટી ભેંટ, મળશે આ યોજનાનો લાભ

મધ્યપ્રદેશ(mp) રાજ્યની બે ડઝનથી વધુ બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. ઉલ્લેખનીય છે કે આ પેટાચૂંટણી પહેલા શિવરાજ સિંહ સરકારે ખેડૂતોને સૌથી મોટી ભેંટ આપી છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જાહેરાત કરી છે કે હવે ખેડૂતોને દર વર્ષે 10 હજાર રૂપિયાની મદદ મળશે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી કલ્યાણ સ્કિમ અંતર્ગત ખેડૂતોને બે હપ્તામાં 4 હજાર રૂપિયા પ્રાપ્ત થશે, જ્યારે કે પીએમ કલ્યાણ સ્કિમ અંતર્ગત 6 હજાર રૂપિયા મળશે.

ખેડૂતોને દર વર્ષે 10 હજાર રૂપિયાની મદદ મળશે

પેટાચૂંટણી પહેલા શિવરાજ સિંહ સરકારે ખેડૂતોને સૌથી મોટી ભેંટ આપી

નોંધપાત્ર છે કે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી એ રવિવારના રોજ ઉજ્જેન જિલ્લાની મહિદપર તહસીલાં ઈંદૌખ બૈરાજ પરિયોજનાનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ લોકોને સંબોધન કરતા જણાવ્યું કે હું આ રાજ્યના લોકોની સેવા કરવા માટે જ જીવિત છું. મારી સરકાર લોકો માટે સમર્પિત કરવા માટે તૈયાર છે. હવે આ પાણી ખેતરોમાં પ્રભાવિ સિંચાઈમાં ખાસ રૂપે મદદ કરશે.

ખેડૂતોને સન્માન નિધિ તરીકે 10 હજાર રૂપિયા મળશે

નોંધપાત્ર છે કે પેટા ચૂંટણીમાં વિજય પ્રાપ્ત થાય માટે શિવરાજ સરકારે ખેડુતોને સૌથી મોટી ભેટ આપી છે. હવે ખેડૂતોને સન્માન નિધિ તરીકે 10 હજાર રૂપિયા મળશે. અગાઉ શિવરાજ સરકારે ખેડૂતોનું દેવું માફ કર્યું હતું. જો કે, ઘણા ખેડુતોએ એક રૂપિયો, પાંચ રૂપિયા માફ થયા હતા, જેના કારણે વિપક્ષે ઘણો તંજ કસ્યો હતો.

mpમાં વિધાન સભાની 27 બેઠકો

નોંધપાત્ર છે કે mpમાં વિધાન સભાની 27 બેઠકો છે. જો બીજેપીએ રાજ યથાવત રાખવું હોય તો ઓછામાં ઓછી 9 બેઠકો પર વિજય પ્રાપ્ત કરવો પડશે. ત્યારે આ મામલે પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે mpમાં આગમી યોજાનાર પેટા ચૂંટણી ના તો સામાન્ય છે કે ના તો માત્ર પેટા ચૂંટણી છે, આ ચૂંટણી પ્રદેશનું ભવિષ્ય નક્કી કરવાનું ઈલેક્શન છે. આ કારણ છે કે તમામ લોકો પોતાનું ભવિષ્ય બચાવવામાં લાગી ગ્યા છે.

READ ALSO

Related posts

ડૂબવાના આરે આવેલી યસ બેંક કરશે સુધારા, દેશભરમાં 50 શાખાઓ કરશે બંધ

Pravin Makwana

NSA અજિત ડોભાલે ભારત સાથે દુશ્મની રાખનારને આપ્યો કડક સંદેશ

Nilesh Jethva

VIDEO : ચીનમાં એન્જીનિયરીંગ કમાલ, 85 વર્ષ જૂની 7600 ટન વજનની ઈમારતને તોડ્યા વગર ખસેડી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!