GSTV
Home » News » શિવરાજસિંહ ચૌહાણ બાદ ભાજપનાં આ નેતાએ પ્રથમ વડાપ્રધાન નહેરૂ વિશે કહી આ વિવાદીત વાત

શિવરાજસિંહ ચૌહાણ બાદ ભાજપનાં આ નેતાએ પ્રથમ વડાપ્રધાન નહેરૂ વિશે કહી આ વિવાદીત વાત

પોતાનાં બડબોલા નિવેદનને કારણે હંમેશા વિવાદોમાં ઘેરાયેલા રહેતા ભાજપનાં સાંસદ અને વિવાદીત સાધ્વી અને બોમ્બ બ્લાસ્ટ કેસનાં આરોપી રહેલા સાધ્વી પ્રજ્ઞા ઠાકુર ફરી વખત ભેખડે ભરાયા છે. સાધ્વી પ્રજ્ઞાએ ભારતનાં પ્રથમ વડાપ્રધાન પંડિત નહેરૂ વિશે વિવાદીત નિવેદન આપીને આફતને આમંત્રણ મોકલ્યું છે.

પહેલા મધ્ય પ્રદેશનાં પૂર્વ સીએમ શિવરાજસિંહ ચૌહાણે પંડિત નહેરૂને આરોપી ગણાવ્યા હતાં. તે પછી ભોપાલ સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂને આરોપી કહ્યા છે. શિવરાજના નહેરૂને આરોપી કહેવાના નિવેદન પર ભોપાલમાં પ્રતિક્રિયા આપતા સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુરે કહ્યું કે, આપણા ભારતને જે કોઈ પીડા પહોંચાડશે કે પછી ખંડિત કરવાનો પ્રયત્ન કરશે તે નિશ્ચિત રૂપે આરોપી બનશે, જેમાં શંકાને કોઈ સ્થાન નથી.

ઉલ્લેખનીય છે કે, અગાઉ શિવરાજ સિંહ ચૌહાણે ઓડિશામાં સદસ્યતા અભિયાન અંતર્ગત દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂને કશ્મીરમાં કલમ 370 અમલી બનાવવા મુદ્દે આરોપી કહ્યા હતાં. ત્યારબાદ સમગ્ર દેશમાં વિરોધ થયો હતો. જો કે, ત્યારબાદ ભોપાલ આવીને શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું કે, જવાહરલાલ નેહરૂને લઈને એમણે ઓડિશામાં જે કંઈ પણ કહ્યું હતું તે તથ્યો આધારે કહ્યું હતું.

ભોપાલથી ચુંટાયેલા સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે કલમ 370 અને 35A હટાવવા મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહની પ્રશંસા કરી હતી. પ્રજ્ઞા ઠાકુરે ત્યાં સુધી કહી દીધું કે, જે લોકો વડાપ્રધાન મોદી અને અમિત શાહ પર ગર્વ કરે છે તે લોકો દેશ ભક્ત છે. કશ્મીરથી કલમ 370 હટાવવાના મુદ્દે નિવેદન આપતા સાધ્વીએ કહ્યું કે, દેશ ભક્ત જશ્ન મનાવી રહ્યા છે અને જે રોવાનું કાર્ય કરે છે તેને દેશભક્ત કહેવા યોગ્ય નથી.

READ ALSO

Related posts

અર્થવ્યવસ્થાને પુન:જીવિત કરવાનાં સરકારનાં પગલાથી કાંઇ વળ્યું નથી, 70 હજાર કરોડનું પેકેજ અપુરતું

Riyaz Parmar

9 નવેમ્બરે થશે કરતારપુર કોરિડોરનું ઉદ્ધાટન, દરરોજ 5 હજાર શ્રદ્ધાળુઓ કરશે દર્શન

Riyaz Parmar

મલાલા બોલી પાકિસ્તાનને આપી દો કાશ્મિર, ભારતિય ખેલાડીએ કહ્યું- પહેલા તમે તો પાકિસ્તાન જઈને બતાવો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!