GSTV

MPમાં ઠેર ઠેર લગાવાયા વિવાસ્પદ પોસ્ટર, ગરબા પંડાલોમાં બિન-હિંદુઓના પ્રવેશ પર રોકની માગણી

Last Updated on October 11, 2021 by Harshad Patel

મધ્ય પ્રદેશના રતલામ ખાતે ગરબા પંડાલોમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવાના પ્રયત્નોથી વિવાદ સર્જાયો છે. વિશ્વ હિંદુ પરિષદ ધર્મ પ્રસાર આયામના કાર્યકરોએ ગરબા પંડાલોમાં બિન-હિંદુઓનો પ્રવેશ રોકવાની માગણી કરી છે અને તેના પોસ્ટર્સ પણ છપાવ્યા છે. વિહિપ ધર્મ પ્રસારના જિલ્લા મંત્રી ચંદન શર્માના કહેવા પ્રમાણે ‘ઘણી વખત ગરબા પંડાલોમાં અનિચ્છનીય તત્વો ઘૂસી જાય છે જેથી અમારી માતા-બહેનોને મુશ્કેલી થાય છે. ધર્મ વિશેષમાં મૂર્તિ પૂજાનો વિરોધ કરવામાં આવેલો છે તો પછી માતાના પંડાલોમાં તેમનું શું કામ? તેમ છતાં જો તેમને ગરબામાં આવવું ગમતું હોય તો તેમના ઘરની મહિલાઓ પાસે પણ ગરબા કરાવે. જો કાશ્મીરમાં આઈડી જોઈને શિક્ષકોને માર્યા છે તો અમે પણ આઈડી જોઈને બિન-હિંદુઓનો પ્રવેશ રોકીશું.’

Related posts

અયોધ્યામાં બોમ્બ-બ્લાસ્ટ કરવાની ધમકીથી હાઇ અલર્ટ, રામમંદિર પાસે બ્લેક કમાન્ડો તહેનાત

Harshad Patel

ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો આંચકો, 3 દિગ્ગજ ઇજાગ્રસ્ત, રવિન્દ્ર જાડેજા, ઇશાંત અને રહાણે બહાર

Harshad Patel

જગદીશ ઠાકોર બન્યા કોંગ્રેસનાં નવા પ્રદેશ પ્રમુખ, પાર્ટીના સચિવે કરી સત્તાવાર જાહેરાત

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!