GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

આ જગ્યા પર પ્રસાદ લેવા માત્રથી થઈ શકો છો માલામાલ, પ્રસાદમાં એવી વસ્તુ મળે છે જેની કલ્પના પણ નહીં કરી હોય

ભારતમાં અનેક એવા મંદિર છે જે પોતાની ખાસીયતોના કારણે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આવું જ એક મંદિર છે રતલામના માણકમાં. આ મંદિરમાં પ્રસાદ તરીકે એવી વસ્તુ મળે છે જેના વિશે સાંભળી લોકોને વિશ્વાસ પણ ન આવે. અન્ય મંદિરોમાં પ્રસાદ તરીકે મીઠાઈ કે અને સામગ્રી મળતી હોય છે પરંતુ આ મંદિરમાં ભક્તોને પ્રસાદ તરીકે સોના, ચાંદીના દાગીના મળે છે. અહીં મહાલક્ષ્મી માતાના દરબારમાં ભક્તોને પ્રસાદ તરીકે સોના અને ચાંદીના સિક્કા મળે છે.

દરબારમાં વર્ષોથી જામે છે ભક્તોની ભીડ

મહાલક્ષ્મીના આ દરબારમાં વર્ષોથી ભક્તોની ભીડ જામે છે. અહીં આવતા શ્રદ્ધાળુઓ માતાના ચરણોમાં દાગીના અને રોકડ ધરે છે અને ત્યારબાદ તેને પ્રસાદ તરીકે આપવામાં આવે છે. દિવાળીના તહેવારમાં આ મંદિરમાં ધનતેરસથી લઈ 5 દિવસ સુધી દિપોત્સવીનું આયોજન થાય છે.

આ દરમિયાન મહાલક્ષ્મીને ફૂલથી નહીં પણ ભક્તોએ ચઢાવેલા દાગીના અને રૂપિયાથી શણગારવામાં આવે છે. આ દિવસોમાં અહીં કુબેરનો દરબાર પણ ભરાય છે.  આ દિવસોમાં દર્શને આવતા ભક્તોને પ્રસાદમાં દાગીના અને રૂપિયા આપવામાં આવે છે.

દિવાળીના દિવસે 24 કલાક ખુલ્લું હોય છે મંદિર

દિવાળીના દિવસે આ મંદિર 24 કલાક ખુલ્લુ રહે છે. અહીં આવતા કોઈપણ ભક્ત ખાલી હાથ પરત ફરતા નથી. કહેવાય છે કે ધનતેરસના દિવસે મહિલા શ્રદ્ધાળુઓને કુબેરની પોટલી આપવામાં આવે છે, દિવાળીના દિવસે પણ શ્રદ્ધાળુઓને કંઈને કંઈ ભેટ આપવામાં આવે છે.

Read Also

Related posts

લો બોલો જમ્મુ કાશ્મીરનાં શોપિયામાં એક વ્યક્તિને તેના અશ્વ સાથે કરાયો ક્વોરન્ટાઈન, કારણ છે અનોખું

pratik shah

PM મોદીની બે ગજની દૂરીની વાત દેશવાસીઓના ગળે ઉતરી પરંતુ બીજેપીનાં મંત્રીના તો આ નિયમ ઘોળીને પી ગયા

pratik shah

IL&FSની ગિફ્ટ-સિટીમાં રહેલો 50% હિસ્સો ખરીદવા માટે ગુજરાત સરકાર સક્રિય, કરશે મહત્વનો નિર્ણય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!