ઘરમાં હતો પતિનો મૃતદેહ, મતદાન બાદ કર્યા અંતિમ સંસ્કાર, કહાની રસપ્રદ

પન્ના જિલ્લાના પવઈ વિધાનસભાના શાહનગર વિકાસખંડના પુરૈનામાં એક મહિલાએ મતદાન બાદ પતિના અંતિમ સંસ્કાર કર્યા. મુનિયા બાઈ (51)ના પતિ સુંદર આદિવાસીની મોત મંગળવારે મોડી રાત્રે લકવાની બિમારીને કારણે થઈ હતી. બુધવારે મતદાન હતું. મુનિયા બાઈ અને તેના પરિવારે નિર્ણય લીધો કે પહેલા મતદાન કરે, ત્યારબાદ અંતિમ સંસ્કાર કરશે. સવારે 9 વાગે મુનિયા પુરૈનાના મતદાન કેન્દ્ર ક્રમાંક 320 પહોંચી તો ગ્રામજનો આશ્ચર્યચકિત થયાં.

મુનિયાએ કહ્યું કે મતદાન પ્રતિ ચલાવવામાં આવેલા જનજાગૃકતા અભિયાનને પગલે તેઓ મતદાનને કર્તવ્ય માને છે. મતદાન બાદ જ્યારે મુનિયા ઘર પહોંચી ત્યારે લગભગ 11 વાગ્યે તેના પતિના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. શાહનગર એસડીએમ અભિષેક સિંહે કહ્યું કે આ વાત સાચી છે કે પતિના મોત બાદ પણ મુનિયા બાઈએ પોતાના લોકશાહી કર્તવ્યનું પાલન કરીને પહેલા મતદાન કર્યુ હતું અને પછી પતિના અંતિમ સંસ્કાર કર્યા હતાં.

અહીં પુત્ર અને જ્ઞાતિના લોકોએ અંતિમ સંસ્કાર પહેલા કર્યુ મતદાન

પન્નાના કટરા મોહલ્લા નિવાસી 95 વર્ષીય કનૈયાલાલ મહાજનનું બુધવારે સવારે પાંચ વાગ્યે નિધન થયુ હતું. તેમની અંત્યેષ્ટિ બપોર બાદ થવાની હતી. અંત્યેષ્ટિમાં સમય લાગવાને કારણે મતદાનમાં ક્યાય ભૂલ રહી ના જાય. જેને કારણે તેના પુત્ર અને જ્ઞાતિ સહિત અન્ય પરિવારજનોએ અંતિમ સંસ્કાર પહેલા મતદાન કર્યુ હતું.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter