GSTV

વેક્સિનેશન: નેતાજીનો નવો કીમિયો, વેક્સિન લો અને મેળવો 51 હજારનું ઇનામ જીતવાની તક

Last Updated on June 22, 2021 by Pritesh Mehta

દેશમાં કોરોના સામે જંગ ચાલી રહી છે તેમાં વેક્સિનેશન ઝડપથી કરવામાં આવી રહ્યું છે. સોમવારે દેશના 86.16 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી. એક દિવસમાં આપવામાં આવેલ વેક્સિનનો આ એક રેકોર્ડ છે. આ આંકડો ન્યૂઝીલેન્ડની કુલ વસ્તી કરતા બમણો છે, તો, મધ્યપ્રદેશમાં દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં સૌથી વધુ 15 લાખથી વધુ લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું.

વેક્સિનેશન

લોકોને વેક્સિનેશન માટે પ્રેરિત કરવા માટે જનપ્રતિનિધિઓ આગળ આવી રહ્યા છે. મધ્યપ્રદેશના સતના જિલ્લામાં મૈહરથી ભાજપના ધારાસભ્ય નારાયણ ત્રિપાઠીએ આ સંબંધમાં વેક્સિનેશનને લઈને રસપ્રદ સ્કીમ આપી છે. તેમણે વેક્સિન લેનારા લોકો માટે લોટરીની જાહેરાત કરી છે. ધારાસભ્ય નારાયણ ત્રિપાઠીના  જણાવ્યા નુંઅસર જે લોકો 23 જૂનથી 30 જૂન વચ્ચે વેક્સિન લેશે તેમના નામની ચિઠ્ઠી કાઢવામાં આવશે. જેને લોટરીમાં પહેલું નામ નીકળશે તેને ઇનામ તરીકે 51 હજાર રૂપિયા આપવામાં આવશે.

આજ રીતે, બીજા, ત્રીજા અને ચોથા નંબરે જેમના નામ આવશે તેમને ક્રમશઃ 21 હજાર, 11 હજાર અને 5 હજાર રૂપિયાની ઇનામ આપવામાં આવશે, આ ઉપરાંત 25 લોકોને 1-1 હજાર રૂપિયા આપવામાં આવશે.

વેક્સિન લેનાર 25 મહિલાઓને ચિઠ્ઠી મુજબ ઈનામની સાથે 1-1 [પ્રેશર કુકર પણ આપવાની જાહેરાત કરવામાં આવી છે. વેક્સિન લેનાર લોકોના નામોની ચિઠ્ઠી દૈવીધામમાં એક બોક્સમાં નાખીને એક લોટરી કાઢવામાં આવશે.

જણાવી દઈએ  કે મૈહરથી ભાજપના ધારાસભ્ય 100% રસીકરણ પર 3 ગ્રામપંચાયતોની પહેલા જ 10-10 લાખ અને મૈહર નગરપાલિકાને 25 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી ચુક્યા છે.

ભાજપના ધારાસભ્ય ત્રિપાઠીનું નામ સમાચારમાં આવતું જ રહે છે પરંતુ આ વખતે પાર્ટી વિરોધી નિવેદનોને કારણે નહીં પરંતુ કોરોના વેક્સિનેશનને લઈને પોતાના તરફથી આપવામાં આવનાર ઇનામોને લઈને ચર્ચામાં આવ્યા છે.

ધારાસભ્ય નારાયણ ત્રિપાઠી જણાવે છે કે કોરોના મહામારીના સમયમાં જીવન બચાવવા માટે સૌથી મોટી સુરક્ષા વેક્સિન છે, એટલે મૈહરના લોકોને અપીલ છે કે તમામ લોકો વેક્સિન સેન્ટર જઈને વેક્સિન લો. તેમણે આગળ જણાવ્યું એ 100% વેક્સિનેશન જે પંચાયત વિસ્તારમાં થઇ જશે તેના વિકાસ મારે 10 લાખ રૂપિયા આપવામાં આવશે. મૈહર શહેરમાં આમ થશે તપ 25 લાખ રૂપિયા અહીંના વિકાસ માટે આપવામાં આવશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

દિલ્હી મુલાકાત / મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ‘ચાય પે ચર્ચા’

Zainul Ansari

2021ના અંત સુધીમાં ભારતને મળશે કુલ 35 રાફેલ, 2022માં સોલો ફાઇટર જેટ થશે સામેલ

Zainul Ansari

કામની વાત / DL, પાસપોર્ટ, આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવવા હવે દલાલોની જરૂર નહી, સરકારે લીધું એક મોટું પગલું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!