OMG ! એક પણ રન ન બન્યો અને 6 વિકેટ પડી ગઈ

રણજી ટ્રોફિની સિઝન ચાલી રહી છે. એ રણજી ટ્રોફી જ્યાં સારું પ્રદર્શન કરી ખેલાડી ઈન્ડિયન ટીમમાં ટિકિટ ફાઈનલ કરી શકે છે. પણ મધ્ય પ્રદેશની ટીમે જે કામ કર્યું તેનાથી ટીમના કોઈ ખેલાડીને ઈન્ડિયન ક્રિકેટ ટીમની કેપ નહીં મળે ! 7 જાન્યુઆરીએ ઈંન્દોરના હોલકર સ્ટેડિયમમાં મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશ વચ્ચે રણજી મેચ શરૂ થયો હતો. મધ્યપ્રદેશની ટીમ બીજી ઈનિંગમાં આંધ્ર પ્રદેશે કરેલા 343 રનનો પીછો કરી રહી હતી. ત્રણ વિકેટ પડી ચૂકી હતી. જીત માટે એ જરૂરી હતું કે વિકેટ ન પડે અને ટીમ આગલા દિવસે પણ રમતી રહે.

35ના સ્કોર પર નમન ઓઝા આઉટ થયો અને નમનના આઉટ થતાની સાથે જ પૂરી ટીમ તંબૂ ભેગી થઈ ગઈ. મધ્યપ્રદેશની છેલ્લી 6 વિકેટ 23 બોલમાં આરામથી પડી ગઈ. વિકેટો પડતી રહી અને સ્કોર ત્યાંનો ત્યાં જ રહ્યો. મધ્યપ્રદેશનાં માત્ર બે જ બેટ્સમેન આર્યમાન બિરલા (12) અને યશ દૂબે (16) બે આંકડાના સ્કોર સુધી પહોંચવામાં સફળ થયા. ટીમના સાત બેટ્સમેન તો ખાતુ પણ ન ખોલાવી શક્યા. તો ગૌરવ યાદવ રિટાયર્ટ હર્ટ હોવાના કારણે મેદાન પર ન ઉતર્યો.

મધ્યપ્રદેશની બેટીંગલાઈન અપમાં ત્સુનામી લાવવાનું કામ શશિકાંત અને વિજય કુમારે કર્યું. શશિએ 18 રન આપી 6 વિકેટ લીધી ત્યાં વિજયે 17 રન આપી 3 વિકેટ લઈ લીધી. આંધ્રપ્રદેશની તરફથી પહેલી ઈનિંગમાં 29 રન આપી 6 વિકેટ લેનારા ફાસ્ટ બોલર ગિરિનાથ રેડ્ડીને તો બોલિંગનો પણ ચાન્સ ન મળ્યો. આંધ્રપ્રદેશની આ ઢાંસુ પરફોર્મન્સના કારણે મધ્યપ્રદેશ હવે ટૂર્નામેન્ટની બહાર થઈ ગયું છે.

જોકે મધ્યપ્રદેશનો આ સ્કોર રણજી ઈતિહાસનો સૌથી ઓછો સ્કોર હોવાનો કિર્તીમાન નથી ધરાવતો. આ રેકોર્ડ તો હૈદરાબાદના નામે છે જણે રાજસ્થાન સામે 2010-11ની સિઝનમાં 21 રનમાં આઊટ થઈ ગઈ હતી. આ પહેલા મધ્યપ્રદેશનો ટોટલ સ્કોર 60 હતો, જે તેણે બરોડા સામે 2013-14માં બનાવ્યો હતો. હવે મધ્યપ્રદેશના નામે સૌથી ઓછો સ્કોર નોંધાઈ ચૂક્યો છે.

આંધ્રપ્રદેશની ટીમે પહેલા બેટીંગ કરતા 132 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મધ્યપ્રદેશની ટીમ 91 રન બનાવી શકી હતી. બીજી ઈનિંગમાં આંધ્રપ્રદેશના કરન શિંદેએ નોટઆઉટ 103 રન બનાવ્યા હતા. જેના પરિણામે 301 રન બનાવ્યા અને લીડ સાથે 343 રનનનો ટાર્ગેટ મધ્યપ્રદેશને આપ્યો. મધ્યપ્રદેશની ગાડી તો શરૂઆતથી જ ઝટકા ખાઈ રહી હતી. પણ 35ના સ્કોર પર જ્યારે નમન ઓઝાની વિકેટ પડી ત્યારે આખી ટીમ પત્તાના મહેલની માફક ધ્વંસ થઈ ગઈ.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter