GSTV

લોકડાઉન : મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ કાર્યાલય રસોઈઘરમાં ફેરવાયું, ગરીબોને આપવામાં આવે છે જમવાનું

કોંગ્રેસ

મધ્ય પ્રદેશમાં ભલે કોંગ્રેસની સરકાર જતી રહી હોય પરંતુ પ્રદેશ કોંગ્રેસ કમિટીનો હાથ હજુ પણ ગરીબો સાથે છે. પોતાને ગરીબોની હિતેચ્છુ બતાવવાળી કોંગ્રેસે ભોપાલમાં ગરીબોને ભોજન આપવા રસોઈ બનાવવાનું શરૂ કર્યો છે. આ રસોઈઘરમાં ગરીબ અને જરૂરિયાત મંદ લોકો માટે ખાવાનું બનાવવામાં આવ છે.

ભોપાલમાં પણ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો

કોરોના વાયરસ સામે લડવા દેશભરમાં લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે. ભોપાલમાં પણ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. એવામાં કેટલાક વિસ્તારમાં ગરીબો સામે રોજીરોટીની સમસ્યા શરૂ થઈ છે. તમામ સંગઠનો ગરીબોને ખાવાનું આપવાનું કાર્ય કરી રહ્યા છે. એવામાં પ્રદેશ કોંગ્રેસે પણ મદદ કરવા પોતાનો હાથ આગળ કર્યો છે.

ગોવિંદ ગોયલે લીધી રસોઈની જવાબદારી

ભોપાલ સ્થિત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયને અત્યારે રસોઈઘરમાં ફેરવી નાખવામાં આવ્યું છે. અહિયાં રોજ હજારો લોકો માટે ખાવાનું બનાવાય રહ્યું છે. આ ભોજનને કોંગ્રેસના નેતા અને કાર્યકરો જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડી રહ્યા છે.

READ ALSO

Related posts

ગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર

Pravin Makwana

પોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ

Nilesh Jethva

ઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!