GSTV
Home » News » કમલનાથ સરકાર ભલે આવી ગઈ પણ શિવરાજસિંહે શરૂ કરેલી યોજના ચાલુ રહેશે

કમલનાથ સરકાર ભલે આવી ગઈ પણ શિવરાજસિંહે શરૂ કરેલી યોજના ચાલુ રહેશે

મધ્ય પ્રદેશમાં ગત વર્ષે સત્તા પરિવર્તન થયા બાદ સત્તાધીશ થયેલી કમલનાથ સરકારે અત્યાર સુધી પાછલી સરકારોનાં અનેક નિર્ણયો બદલ્યા છે. જો કે કોંગ્રેસની કમલનાથ સરકારે પૂરોગામી સરકારનો એક નિર્ણય બદલ્યો નથી. શિવરાજ સરકારનાં આ નિર્ણયને આગળ વધારવાની દિશામાં તેમણે આ યોજના અતર્ગત પહેલો કાફલો રવાના કર્યા હતો. મુખ્યમંત્રી તીર્થ દર્શન યોજના અંતર્ગત વરિષ્ઠ નાગરિકોને પ્રયાગરાજ માટે રવાના કર્યા હતાં. સિનીયર સિટીઝન માટેની આ યોજનામાં પ્રથમ સમુહ રવાના થયું ત્યારે તેમની યાત્રા દરમિયાન સંપૂર્ણ ખર્ચો રાજ્ય સરકારે ઉઠાવ્યો.

મધ્ય પ્રદેશ સરકારની મુખ્યમંત્રી તિર્થ દર્શન યોજનાં હેઠળ મંગળવારે પ્રયાગરાજ કુંભ મેળા માટે ખાસ ટ્રેન દ્વારા વરિષ્ઠ નાગરિકોને રવાના કર્યા હતાં. આ ખાસ ટ્રેન દ્વારા અંદાજીત એક હજાર વૃદ્ધ યાત્રાળુઓ પ્રયાગરાજ જવા માટે રવાના થયા હતાં. જેમાં સૌથા વધુ ભોપાલનાં યાત્રાળુઓ હતાં.

ભોપાલથી 400 યાત્રાળુઓ ટ્રેનમાં રવાના થયા, જ્યારે વિદિશા,સાગર અને દમોહથી અંદાજીત 200-200 યાત્રીઓ ટ્રેનથી પ્રયાગરાજ પહોંચ્યા હતાં. વાત આટલેથી અટકતી નથી, પરંતુ બુઝુર્ગ યાત્રાળુઓની સુરક્ષા માટે દર દસ વ્યક્તિએ એક મદદનીશ પણ સરકારે મોકલ્યો છે. સરકારનાં અધ્યાત્મ વિભાગ મંત્રી પીસી શર્માએ કહ્યું છે કે વિશેષ ટ્રેન કાશી સુધી જશે. ત્યાર પછી પ્રયાગરાજ જવા માટે યાત્રાળુઓ બસમાં જશે.

પ્રયાગરાજ પહોંચીને ગંગા તટ સુધી જવા માટે ઇ-રિક્ષાની સુવિધા પણ મળશે. ટ્રેનમાં આવ-જા સહિત પ્રયાગરાજ સુધી ખાવા-પીવાનો ખર્ચ રાજ્ય સરકાર તરફથી જ રહેશે. કુંભ સ્નાન અને યાત્રા પછી 16 ફેબ્રુઆરીએ ટ્રેન ભોપાલ પરત ફરશે.

આ યોજના શિવરાજસિંહ સરકારે શરૂ કરી

તત્કાલિન મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે મુખ્યમંત્રી તીર્થ દર્શન યોજના શરૂ કરી હતી. વર્તમાન કમલનાથ સરકારે આ યોજના ચાલુ રાખી છે.મુખ્યમંત્રી તીર્થ દર્શન યોજના હેઠળ પ્રથમ યાત્રા 12 ફેબ્રુઆરીએ હબીબગંજ સ્ટેશનથી શરૂ થઈ હતી. ત્યારબાદ બુરહાનપુર, શિવપુરી અને પરાસિયાથી ખાસ ટ્રેન દ્વારા જુદી-જુદી તારીખે પ્રવાસ સમુહો રવાના થયા હતાં. આ યોજના હેઠળ 3,600 યાત્રાળુઓને કુંભ લઈ જવાશે.

હવે પછી 14 ફેબ્રુઆરીએ બુરહાનપુરથી ટ્રેન જશે. જેમાં બુરહાનપુર-ખંડવા-હરદા-જબલપુરનાં 900 યાત્રાળુઓ પ્રયાગરાજની યાત્રા કરશે. ત્યાર પછી 22 ફેબ્રુઆરીએ શિવપુરીથી એક ટ્રેન જશે. જેમાં શિવપુરી, અશોકનગર,, કટનીનાં 900 યાત્રાળુઓ પ્રયાગરાજનો પ્રવાસ કરશે. અંતિમ જથ્થો 24 ફેબ્રુઆરીએ પરાસિયા રેલવે સ્ટેશનથી ટ્રેન જશે, જેમા પરાસિયા, છિંદવાડા, બૈતુલ, ઇટારસી, હોશંગાબાદ, નરસિંહપુરનાં 900 વૃદ્ધો રવાના થશે.

READ ALSO

Related posts

ફિલ્મ 83′ થી રિલીઝ થયું અભિનેતા સાહિલ ખટ્ટરનું નવું પોસ્ટર, જુઓ તેનાં PHOTOS

pratik shah

અમદાવાદ-મુંબઈ વચ્ચે શરૂ થયેલી તેજસ ટ્રેનનું આટલું છે ભાડું અને આવી મળશે સુવિધા

Nilesh Jethva

20 જાન્યુઆરીએ PM મોદી કરશે ‘પરીક્ષા પર ચર્ચા’, જાણો કેટલાં વાગે શરૂ થશે કાર્યક્રમ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!