GSTV
India News ટોપ સ્ટોરી

મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે 36 જિલ્લામાં વરસાદ અને પાણીના પૂર ભરાયા

મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ છે. ભારે વરસાદના કારણે અનેક નદીમાં ઘોડાપૂર આવ્યા છે. જેથી એમપીના 36 જિલ્લામાં વરસાદ અને પૂરના પાણી ભરાયા છે. રાજ્યમાં વરસાદ અને પૂરના કારણે અત્યાર સુધીમાં 32 લોકોના મોત થયા છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ઉજ્જૈન, મંદસૌર, નીમચ, રતલામ, દેવાસ, ભોપાલ અને વિદિશામાં ભારે વરસાદની આગાહી કરી છે.

આ ઉપરાંત ભારે વરસાદથી નર્મદા, શિવના, બેતવા અને તાપ્તી નદીમાં પૂર આવ્યુ છે. સતત વરસાદથી અનેક જિલ્લામાં પાણી ભરાયા જેથી વાહન વ્યવહારને અસર થઈ છે. જ્યારે મંદસૌર, સાગર અને ધાર જિલ્લામાં પૂરની વિકટ સ્થિતિ છે. લોકોને સલામત સ્થળે ખસેડવા માટે વહીવટી તંત્ર કામે લાગ્યુ છે. આ ઉપરાંત પૂરગ્રસ્તો માટે રાહત કેમ્પ પણ શરૂ કરવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

ભાવનગર / ચોરીના કેસમાં બે સોની વેપારી સહીત 8 આરોપીઓને 10 વર્ષની કેદની સજા

Hemal Vegda

ભારત જોડો યાત્રા / ભારે વરસાદ વચ્ચે પણ રાહુલ ગાંધીનું ભાષણ જારી, અમને કોઈ નહીં રોકી શકે

Hardik Hingu

બેટ દ્વારકા /  મેગા ડિમોલેશનમાં ડ્રગ ડીલર રમજાનનું મકાન કરાયું જમીનદોસ્ત

Hemal Vegda
GSTV