GSTV

મધ્ય પ્રદેશમાં વેબ સીરિઝ ‘તાંડવ’ પર નોંધાશે કેસ, ટેલિકાસ્ટ પર લાગી શકે છે પ્રતિબંધ

સમગ્ર દેશમાં તાંડવ મચાવી રહેલી એમેઝોન પ્રાઈમની વેબ સીરિઝ ‘તાંડવ’ વિરુદ્ધ મધ્ય પ્રદેશ સરકારે ફરિયાદ નોંધવાની જાહેરાત કરી છે. ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, આ વેબ સીરિઝના ટેલિકાસ્ટને અટકાવવા માટે તેની પર પ્રતિબંધ લગાવવા અંગે વિચાર કરવામા આવી શકે છે.

સૈફ અલી ખાન સ્ટારર વેબ સીરિઝ ‘તાંડવ’ અંગે છેલ્લા 2 દિવસમાં ઉત્તર પ્રદેશ જ નહીં પરંતુ મધ્ય પ્રદેશના ભોપાલ, ઈન્દોર સહિત ઘણા શહેરોમાં હિંદૂ સંગઠનોના કાર્યકર્તાઓએ વિરોધ કરતા પોસ્ટર સળગાવ્યા હતા. ઘણા સ્થળોએ વેબ સીરિઝ પર પ્રતિબંધ લગાવવાની માગ પણ કરવામા આવી. જ્યારે મધ્ય પ્રદેશના નરોત્તમ મિશ્રાએ કહ્યું કે,‘હિંદૂ દેવી દેવતાઓ પર ટિપ્પણીઓને ચલાવી લેવાશે નહીં. કેન્દ્ર સમક્ષ વેબ સીરિઝ અંગે નીતિ બનાવવા મુદ્દે માંગ કરવામા આવી રહી છે.’

કોંગ્રેસ મોદી સરકારને ઠેરવી જવાબદાર

આ મુદ્દે કોંગ્રેસી નેતા પીસી શર્માએ કેન્દ્રની ભાજપ સરકારને જવાબદાર ઠેરવી હતી. તેમણે આ મુદ્દે કેન્દ્રીય મંત્રાલય શું કરી રહ્યું છે, તેમણે આ વેબ સીરિઝને કેવી રીતે આવવા દીધી અને તેને સેન્સર શા માટે ના કરવામા આવી? તેવા સવાલ કર્યા હતા. મધ્ય પ્રદેશ અને કેન્દ્રમાં ભાજપ સરકાર છે. પીસી શર્માએ જણાવ્યું કે, આવી વેબ સીરિઝ અંગે કોંગ્રેસ પણ વિરોધ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, વેબ સીરિઝના વિવાદને જોતા ડિરેક્ટર અલી અબ્બાસ જફરે આ મુદ્દે માફી માંગી લીધી છે.

READ ALSO

Related posts

LIVE: કમલમમાં ભવ્ય ઉજવણી/ અભૂતપૂર્વ જીત બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે આપી પ્રથમ પ્રતિક્રિયા

pratik shah

ગુજરાતના ગ્રામિણ ક્ષેત્રમાંથી કોંગ્રેસનો સંપૂર્ણ રકાસ, દિગ્ગજ નેતાઓના સગાસંબધીઓ ચૂંટણીમાં હાર્યા: જનતાએ આપ્યો જાકારો

pratik shah

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષના હોમટાઉન વિરમગામમાં પંજાનો સંપૂર્ણ સફાયો, એકપણ ઉમેદવાર ના જીતી શક્યો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!