GSTV

મધ્ય પ્રદેશ જળબંબાકાર : વરસાદી પાણી ઘરમાં ઘુસી જતા સ્થળ ત્યાં જળની સ્થિતિનું સર્જન

Last Updated on September 9, 2019 by Bansari

મધ્ય પ્રદેશના ભોપાલમાં ધોધમાર વરસાદના કારણે જનજીવન  પર અસર પડી છે. વરસાદના પણી લોકોના ઘરમાં પ્રવેશ્યા છે. જેથી લોકોની હાલાકીમાં વધારો થયો છે. વરસાદી આફતમાં ભોપાલમાં શાળા અને કોલેજ બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.

ભોપાલ બાદ વિદિશા અને મંડલા જિલ્લામાં પાંચ ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. સીહોરમાં પાર્વતી નદી તો જબલપુરમાં નર્મદા નદી પર આવેલો બરગી ડેમ ઓવરફ્લો થયો છે.

આ ડેમના 21 દરવાજા ખોલવામાં આવ્યા છે. ભારે વરસાદના કારણે સિવની-વૈનગંગા નદીમાં ત્રણ લોકો તણાયા. જેમાંથી એકને બચાવી લેવાયો છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 36 કલાકમાં એમપીના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ પડી શકે છે.

વરસાદની આગાહીના પગલે રાજ્ય સરકારે વહીવટી તંત્રને એલર્ટ રહેવાના આદેશ પણ આપ્યા છે.

Read Also

Related posts

Video / ભારતે પ્રથમવાર વિમાનવાહક જહાજ INS Vikrant તૈયાર કર્યું, કોચીના સમુદ્ર કાંઠે ચાર દિવસના પરીક્ષણનો પ્રારંભ : ચીન-પાકિસ્તાનને ભારે પડશે

Lalit Khambhayata

60 વર્ષની ઉંમરે નહીં થાય પૈસાની કમી, અહીં કરો રોકાણ અને મેળવો દર મહિને 2 લાખ રૂપિયાનું પેંશન

Pritesh Mehta

મધ્યપ્રદેશમાં અતિવૃષ્ટિ અને પૂરને લીધે પરિસ્થિતિ થઈ બેકાબૂ, આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!