GSTV

MPની મહિલા શિક્ષિકાએ મુંડન કરાવ્યું,વાળ રાહુલ ગાંધીને મોકલ્યા

દેશમાં છેલ્લા ઘણા સમયથી લોકો પોતાની માંગો માટે ધરણા, ઉપવાસ અથવા આંદોલન કરી રહ્યા છે. દેશમાં વિવિધ સ્થળો પર આ આંદલનો ચાલી રહ્યા છે, ત્યારે ભોપાલમાં છેલ્લા 72 દિવસોથી પોતાની માંગને લઈને ધરણા પર બેઠેલા અતિથિ વિદ્વાવાનો માટે બુધવારનો દિવસ અત્યંત ભાવુક કરવાવાળો રહ્યો હતો. બુધવાર બપોરનાં રોજ ધરણા પર બેઠેલી એક મહિલા અતિથિ વિદ્વાને પોતાનાં કેશને સાર્વજનિક રૂપે ત્યાગ કરવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મુંડન કરવાવાળી મહિલાનું નામ ડોક્ટર શાહીન ખાન છે.

ભોપાલમાં છેલ્લા 72 દિવસોથી પોતાની માંગને લઈને ધરણા પર બેઠેલા અતિથિ વિદ્વાવાન

મુંડન કર્યા બાદ ખાનગી ચેનલ સાથે વાત કરતા કરતા મહિલા અત્યંત ભાવુક થઈ ગઈ હતી, અને જણાવ્યું કે ચૂંટણી પછી અતિથિ વિદ્વવાનો સાથે કોંગ્રેસ પાર્ટીએ વાયદો કર્યો હતો કે સરકાર બન્યા પછી અમારી માંગોને પૂર્ણ કરવામાં આવશે, અમે વર્ષ સુધી રાહ જોઈ અને ત્યાર પછી અમે લોકોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો અને જેવું આંદોલન શરૂ કર્યું તો અમને ફાલેન આઉટ નોટિસ મળવાનું શરૂ થયું હતું. અમે અહિયાં છેલ્લા બે મહિનાથી કડકડતી ઠંડીમાં ધરણા આપી રહ્યા છીએ પરંતુ સરકારે અમારી કોઈપણ પ્રકારની સુધ લીધી નથી. અમે બાળકોને ભણાવીને તેમનું ભવિષ્ય બનાવ્યું પરંતુ હવે ખુદ અમારું ભવિષ્યઅંધકારમય છે. તેથી જ જ્યાં સુધી અમને લેખિત ઓર્ડર નહી મળે ત્યાંસુધી અમે ઉઠીશું નહી.

અમારું ભવિષ્યઅંધકારમય છે

ત્યારે મહિલા અતિથિ વિદ્વાનનાં મુંડન કરવા પર મધ્યપ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મુખ્યમંત્રી કમલનાથ પર ટ્વિટ કરીને નિશાન સાધ્યું છે શિવરાજ સિંહ ચૌહાણે કમલનાથનું ફ્રેબ્રુઆરી 2018નું એક જુનું ટ્વિટ શેર કરીને લખ્યું છે કે મુખ્યમંત્રી જી આજે પણ કેશ નારીનાં સન્માનનું પ્રતિક છે. અતિથિ વિદ્વાને તમારી ઉંઘતી સરકારને જગાડવા માટે કેશનો ત્યાગ કર્યો છે, તોશું તમને તેમના દુખનો અંદાજ છે, શું તમારી નજરમાં આજ પ્રદેશ શર્મસાર થયો, શું તમને તેમની ભલાઈ માટે કોઈ પગલા ઉઠાવશો.

READ ALSO

Related posts

સુરતમાં કોરોના શંકાસ્પદ મહિલાનું મોત, શહેરમાં વધુ 13 વ્યક્તિમાં કોરોનાના લક્ષણો

Ankita Trada

ઈઝરાયલના વડાપ્રધાનના નજીકના આ મંત્રી અને તેમના પત્ની થયા કોરોના સંક્રમિત

Nilesh Jethva

Lockdownને લઈને મોટા સમાચાર, મોદી સાથે મીટીંગ પછી અરુણાચલ CM નું Tweet, થોડા સમયમાં થયું ડિલિટ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!