નોકરાણી સાથેના અફેયરમાં તબીબે એવું કારસ્તાન કર્યુ કે આખી જિંદગી જશે જેલમાં

મધ્યપ્રદેશનાં હોશંગાબાદમાં હ્રદયદ્રાવક ઘટના બની છે. હોશંગાબાદમાં એક ડોક્ટરે નોકરની હત્યા કર્યા બાદ તેનાં શબનાં 500 ટુકડા કર્યા. વાત આટલેથી ન અટકતા આરોપીએ લાશનાં ટુકડા પર એસીડ નાંખીને તેને બાળવાનો પ્રયાસ કર્યો. સમગ્ર બનાવની જાણ થતા પોલીસે ડોક્ટરની ધરપકડ કરી છે. આરોપીનાં ઘરેથી મૃતદેહનાં ટુકડા પોલીસે જપ્ત કર્યા છે.

જાણવી મળતી વિગતો મુજબ હોશંગાબાદનાં આનંદનગર વિસ્તારમાં હાડકાનાં નિષ્ણાંત ડોક્ટર સુનિલ મંત્રી સરકારી હોસ્પિટલમાં નોકરી કરે છે.નોકરની હત્યા કરવાનાં આરોપસર પોલીસે ડો. સુનિલ મંત્રીની ધરપકડ કરી છે. પોલીસે ડોક્ટરનાં ઘરેથી લાશનાં ટુકડા પણ જપ્ત કર્યા છે. મળેલી વિગત પ્રમાણે ડોક્ટરે લાશનાં ટુકડા કરી, તેનાં પર એસિડનો છંટકાવ કરતો હતો. ત્યારે જ પોલીસે ડોક્ટરની ધરપકડ કરી હતી. પોલીસ અધિકારીનાં જણાંવ્યા અનુસાર લાશનાં 500થી વધુ ટુકડા કરવામાં આવ્યા હતાં. લાશનાં ટુકડાને વાસણમાં નાંખીને તેને બાળવાની કોશીશ કરાઈ હતી.

નોકર સાથે અણબનાવ હતો

આરોપી ડોક્ટરને નોકરની પત્નિ સાથે અનૈતિક સંબંધો હતાં. આ વાતની જાણ નોકરને થઈ તો ડોકટર અને નોકર વચ્ચે અણબનાવ શરૂ થયો હતો. જે પછી નોકરની હત્યા કરવામાં આવી.

આવી રીતે નોકરની હત્યા કરી

આરોપી ડોકટરે નોકર વિરૂની હત્યા કરતા પહેલા તેને ઉંઘનું ઇન્જેક્શન આપ્યું હતું. ત્યારપછી આરોપી ડોક્ટર નોકરને બાથરૂમમાં લઈ ગયો હતો.જ્યાં ગળુ દબાવીને નોકરની હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ લાશનાં 500થી વધુ નાના-નાના ટુકડા કરીને તેનાં પર એસિડ છાંટવામાં આવ્યું હતું.

આવી રીતે ભેદ ખુલ્યો

ઘટના બાદ આરોપી ડોક્ટરનાં ઘરેથી દુર્ગંધ આવતા પાડોશીએ પોલીસને જાણ કરી. ત્યારે પોલીસે સ્થળ પર પહોંચીને તાપસ કરતા સમગ્ર ઘટના પરથી પડદો ઉંચકાયો હતો. પોલીસે શબનાં ટુકડા અને હત્યામાં વપરાયેલા હથિયાર તેમજ એસિડ કબ્જે કર્યા હતાં.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter