GSTV

ભાજપના ધમપછાડા છતાં કોંગ્રેસના કમલનાથ પાસે છે હજુ સરકાર બચાવવા માટે આટલા દિવસ, પલટાઈ શકે છે બાજી

Congress

Last Updated on March 11, 2020 by Karan

મધ્યપ્રદેશમાં ખુરશી માટે ઘમાસાણ જંગ લડાઈ રહી છે. એક તરફ મધ્યપ્રદેશના વરિષ્ઠ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા અને 22 ધારાસભ્યોએ રાજીનામું આપ્યું છે ત્યાં બીજી તરફ હવે સોનિયા ગાંધીએ કમલનાથની ખુરશી બચાવવા કેટલાક નેતાઓને જવાબદારી સોંપી છે. મધ્યપ્રદેશમાં કમલનાથ સરકાર ઉપર સંકટના વાદળો ઘેરાતા હોવાથી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટીના કેટલાક નેતાઓને તેનું નિરાકરણ લાવવા અને ભોપાલની પરિસ્થિતિને સંભાળવાનું કામ સોંપ્યું છે. સ્પીકર એનપી પ્રજાપતિએ કોંગ્રેસના 22 ધારાસભ્યોના રાજીનામા પર નિર્ણય કરવાનો છે. કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ધારાસભ્યોના રાજીનામા મંજૂર કરવાનો મુદ્દો કોર્ટ સુધી પહોંચી ગયો હતો. જો મધ્યપ્રદેશમાં પણ આવું થશે તો મુદ્દો વધારે ખેંચાઈ શકે છે. 26 માર્ચે રાજ્યસભાની ચૂંટણી પહેલાં કમલનાથે નારાજ ધારાસભ્યોને તેમના પક્ષમાં લેવા પડશે. આમ, અત્યારે તેમની પાસે 15 દિવસ છે. ચર્ચા છે કે કોંગ્રેસ ધારાસભ્યો પક્ષની મંગળવારે સાંજે બેઠક પછી સજ્જન સિંહ વર્મા અને ડૉ. ગોવિંદ સિંહને બેંગલુરુ મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મામાજી રિટર્ન થઈ રહ્યાં છે

મધ્યપ્રદેશમાં ખુરશી માટે ઘમાસાણ જંગ

સૂત્રોના જણાવ્યા અનુસાર પૂર્વ કેન્દ્રીય પ્રધાન મુકુલ વાસનિક, વરિષ્ઠ નેતા હરીશ રાવત અને મધ્ય પ્રદેશ કોંગ્રેસના પ્રભારી દીપક બાબરીયાને પાર્ટીના ધારાસભ્યો સાથે વાતચીત કરવા નિરીક્ષક તરીકે ભોપાલ મોકલવામાં આવ્યા છે. આ નેતાઓ પર અસંતુષ્ટ રાસભ્યો અને પક્ષ વચ્ચે મધ્યસ્થી કરવાની અને તેમની ફરિયાદોના નિરાકરણની જવાબદારી છે. જોકે મધ્યપ્રદેશના સીએમનું કહેવું છે કે ચીંતાની કોઈ વાત નથી પાર્ટી વિધાનસભામાં બહુમતી સાબિત કરશે.

કમલનાથ

કોંગ્રેસના ટેકણલાકડી રાજ્યો

કોંગ્રેસે હવે વહેલી તકે યુવાઓને આગળ ધપાવી સતર્ક થઈ જવાની જરૂર છે. એક તો પાર્ટીની સ્થિતિ યોગ્ય નથી. ઉપરથી ઘણા રાજ્યો તો એવા છે જ્યાં કોંગ્રેસ ટેકા દ્રારા ચાલી રહી છે. આ ટેકણલાકડી તો ગમે ત્યારે ખસી જાય. જ્યાં જ્યાં કોંગ્રેસની સરકાર છે ત્યાં ત્યાં ટેકણલાકડીઓ છે. ઝારખંડ, મહારાષ્ટ્ર્ સહિતના કેટલાક રાજ્યોમાં પાર્ટી લંગડી સરકાર બની ચાલી રહી છે. ઉપરથી પાર્ટીએ કર્ણાટકનું ઉદાહરણ ધ્યાનમાં રાખીને ચાલવું જોઈએ. એક સમયે કર્ણાટકની મીટીંગ ગુરૂગ્રામમાં થઈ હતી. જ્યોતિરાદિત્યની પણ ત્યાં જ થઈ. ગુરૂગ્રામ હવે ભાજપના ઓપરેશન લોટસનું કેન્દ્ર બની ચૂક્યું છે. જ્યાંથી ગમે તેવી મજબૂત સરકારના પાયા હચમચાવવાની ફોર્મ્યુલા તૈયાર થાય છે.

congress

હરિયાણા પહોંચ્યા ભાજપના ધારાસભ્યો

મધ્ય પ્રદેશના રાજકીય ઘટના ક્રમ વચ્ચે ભાજપે પોતાના ધારાસભ્યોને સાચવવાની કવાયત શરૂ કરી દીધી છે અને 106 ધારાસભ્યોને વાયા દિલ્હી થઈને હરિયાણાના માનેસર પહોંચાડી દેવામાં આવ્યા છે. મંગળવારે રાત્રે ભાજપે પોતાના 106 ધારાસભ્યોને ભોપાલથી ચાર્ટર પ્લેન મારફત દિલ્હી મોકલવાનો નિર્ણય કર્યો છે. મંગળવારે રાત્રે ભાજપના ધારાસભ્યો પોતાની બેગ લઇને પાર્ટી કાર્યાલયે પહોંચ્યા હતા.  જ્યાથી તેઓ દિલ્હી પહોચ્યા હતા. જ્યાંથી તેમણે હરિયાણાના માનેસર પહોંચાડવામા આવ્યા.. ભાજપના નેતા અને મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયે આ મામલે જણાવ્યુ હતુ કે, અમે અહી રજા ગાળવા માટે આવ્યા છીએ.. એક તરફ કમલનાથ સરકાર પર ખતરો મંડરાઇ રહ્યો છે. ત્યારે ભાજપને ક્યાંક પોતાના પક્ષમાં પણ ભાંગફોડની આશંકા છે.. તેથી જ રાજ્યસભાની ચૂંટણીને ધ્યાને રાખીને પોતાના ધારાસભ્યોને ભાજપ એકજૂથ રાખવા મથામણ કરી રહ્યું છે..

Related posts

રસીકરણ / દેશના 51 ટકા લોકોને વેક્સિનનો પહેલો ડોઝ આપવામા ભારત સફળ, જાણો ક્યારે થશે આખો દેશ સંપૂર્ણપણે વેક્સીનેટ…?

Zainul Ansari

બાંગ્લાદેશ દુર્ગાપૂજા હિંસાનો મામલો, પોલીસે આખરે કરી હિંસા ભડકાવનારા શખ્સોની ધરપકડ

Pritesh Mehta

ડ્રેગનને ભીંસમાં લેશે ચાર દેશોનું ગઠબંધન, ચીન સામે એકજૂટ થશે ભારત, ઇઝરાયલ, યુએઇ અને અમેરીકા!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!