મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આજકાલ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાને લઈને વિવાદોમાં આવ્યા છે. હકીકતમાં બન્યુ છે એવુ કે, શિવરાજે 22 નવેમ્બરના રોજ એક કવિતા ટ્વીટ કરી હતી, જેમાં તેમણે આ કવિતા તેમના પત્ની સાધના સિંહે લખેલી હોવાનો દાવો કર્યો હતો. ત્યારે હવે એક યુવતીએ આ કવિતા તેણે લખી હોવાનો દાવો કર્યો છે. સાથે જ શિવરાજ પર કવિતા ચોરવાનો આરોપ પણ લગાવ્યો છે. ત્યારે હવે આ બાબતને લઈને રાજકારણ પણ શરૂ થઈ ગયુ છે. કોંગ્રેસે શિવરાજ પર કવિતાચોરનો આરોપ પણ લગાવી દીધો છે.
पिता और पुत्री का रिश्ता दुनिया में सबसे अनमोल रिश्ता होता है। यह ऐसा रिश्ता है, जिसमें कोई शर्त नहीं होती, यह बिल्कुल निस्वार्थ होता है।
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) November 22, 2020
पुत्री, पिता के सबसे करीब और पिता का अभिमान भी होती है। एक बेटी को सबसे ज्यादा प्यार और गर्व अपने पिता पर होता है। pic.twitter.com/AH1nd53eLz
આવો છે સમગ્ર મામલો
પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, મુખ્યમંત્રી શિવરાજે લગભગ આઠ દિવસ પહેલા પોતાના ટ્વીટર અકાઉન્ટ પર એક કવિતા શેર કરી હતી. તેમણે જણાવ્યુ હતું કે, આ કવિતા તેમના પત્નીએ પોતાના પિતા માટે લખી છે. જણાવી દઈએ કે, 18 નવેમ્બરે શિવરાજ સિંહના સસરા ધનશ્યામ મસાનીનું અવસાન થયુ હતું. તેના 4 દિવસ બાદ મુખ્યમંત્રીએ આ કવિતા શેર કરી હતી.
सर भांजी हूँ आपकी मेरी कविता चुराकर आपको क्या मिलेगा??? ये कविता मेरे द्वारा लिखी गयी है ????उम्मीद है आप मेरे अधिकारों का हनन नहीं करेंगे. मामा तो अधिकारों की रक्षा के लिए हैं ना ?????? @RahulGandhi @ChouhanShivraj @CMMadhyaPradesh @OfficeOfKNath @narendramodi @PMOIndia pic.twitter.com/0EPWZXPk07
— Bhumika (@bhumikabirthare) November 30, 2020
એક યુઝર્સે કર્યો આવો દાવો
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાને પોસ્ટ કરી કવિતા વાયરલ થયા બાદ આઠમા દા’ડે એક યુઝર્સ ભૂમિકા બિરથરેએ આ કવિતા તેની હોવાની દાવો કર્યો છે. ભૂમિકાનો દાવો છે કે, શિવરાજ સિંહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલી કવિતા તેની છે. જેના શબ્દોમાં હેરફેર કરી છે. ભૂમિકાએ લખ્યુ છે કે, હું તમારી ભત્રીજી છુ,. તમને મારી કવિતા ચોરી કરીને શું મળવાનું છે ? આ કવિતા મેં લખી છે. આશા કરૂ છું કે, તમે મારા અધિકારોનું હનન નહીં કરો. મામા તો અધિકારોની રક્ષા કરવા માટે હોય છે.
भाजपा नाम बदलने में माहिर है यह बात एक बार फिर उजागर हो गई,
— Arun Yadav ?? (@MPArunYadav) November 30, 2020
पहले कांग्रेस की योजनाओं के नाम बदलते थे, फिर शहरों के नाम बदलने लगे और अब तो मुख्यमंत्री शिवराज सिंह जी दूसरों की लिखी हुई कविताओं को भी अपनी धर्मपत्नी की लिखी हुई कविता बताने लगे है ।
वाह शिवराज जी वाह ।#शर्मराज pic.twitter.com/iTB0aEnTIc
કોંગ્રેસે પણ ઉતાવળા પગે ઘેરી લીધા
ત્યારે હવે આ મામલે પણ રાજકારણ શરૂ થઈ ગયુ છે. કોંગ્રેસે શિવરાજ સિંહનો ઘેરાવ કરતા કહ્યુ હતું કે, ભાજપ નામ બદલવામાં માહેર છે. કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અરુણ યાદવ લખે છે કે, ભાજપ નામ બદલવામાં માહેર, ફરી એક વાર તે સાબિત થઈ ગયુ છે. પહેલા કોંગ્રેસની યોજનાના નામ બદલતા હતા, હવે શહેરોના નામ બદલવા લાગ્યા છે.અને હવે તો મુખ્યમંત્રી શિવરાજ સિંહ બીજાની લખેલી કવિતાઓ પણ પોતાની ધર્મપત્નીના નામે લખેલી બતાવા લાગ્યા છે. વાહ શિવરાજ જી વાહ !
READ ALSO
- સુરત/ 120 બેઠક માટે અત્યાર સુધી 2700 થી વધુ ફોર્મ વહેંચાયા
- જાણો શું છે આધાર ચેટબોટ અને આધાર હેન્ડબુક, જે આપે છે તમારા સવાલના જવાબ
- ખેડૂતોના સમર્થનમાં ઉતર્યા અન્ના હજારે, 30 માર્ચથી શરુ કરશે આમરણ અનશન
- સંસદ માર્ગ પર આકાશવાણી ભવનમાં આગ, ફાયરની 8 ગાડીઓએ મેળવ્યું આગ નિયંત્રણ
- કાર્યક્રમમાં પહોંચેલા ભાજપના મંત્રી સ્થાનિકોની નારાજગીનો બન્યા ભોગ, પાણીની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓએ લીધો ઉધડો!