GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

MP: 20 કેબિનેટ અને 8 રાજ્યમંત્રી લઈ રહ્યાં છે શપથ, જાણો કોને લાગી લોટરી અને કોનો રહ્યો દબદબો

મધ્યપ્રદેશના રાજકારણમાં છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલા હુંસાતુંસીમાં આજે નવો વળાંક આવી શકે છે. એક લાંબા વિચાર મનોમંથન બાદ આજે ગુરુવારે મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ પોતાના મંત્રીમંડળનો વિસ્તાર કરશે. ભોપાલ ખાતે આજે લગભગ 24 મંત્રીઓ શપથ ગ્રહણ કરશે.

ઇમરતી દેવી, પ્રભુરામ ચૌધરી અને પ્રદ્યુમન સિંહ તોમરે કેબિનેટ મંત્રી તરીકે લીધા શપથ

ભાજપ ધારાસભ્ય યશોધરા રાજે સિંધિયાએ કેબિનેટ મિનિસ્ટર તરીકે શપથ લીધા

https://twitter.com/ANI/status/1278565754007322627

એમપીમાં આજે 20 કેબિનેટ અને 8 રાજ્યમંત્રી લઈ રહ્યાં છે શપથ લઈ રહ્યાં છે.ભાજપમાં એમપીમાં બે ગૂટ છે. જેમાં શિવરાજ અને સિંધિયાએ પોતાના સમર્થકોને મંત્રીપદ માટે એડિચૌટીનું જોર લગાવ્યું છે. આજના મંત્રીમંડળમાં 11 ધારાસભ્યોને કેબિનેટમાં સ્થાન મળી રહ્યું છે.

આ 28 મંત્રીઓને મળ્યું કેબિનેટમાં સ્થાન

કોણે મંત્રીપદના લીધા શપથ

ગોપાલ ભાર્ગવ
વિજય શાહ
જગદીશ દેવડા
બિસાહૂલાલ સિંહ

ભાજપ ધારાસભ્ય ગોપાલ ભાર્ગવને કેબિનેટ મંત્રી તરીકે મળ્યું સ્થાન

ભુપેન્દ્ર સિંહ અને અરવિંદ ભદૌરિયાને પણ મળ્યું મંત્રીપદ

તો ભાજપના નેતા ભુપેન્દ્ર સિંહ અને અરવિંદ ભદૌરિયાને પણ કેબિનેટમાં સ્થાન મળ્યું છે. તેઓ રાજ્યમંત્રી તરીકે શપથ લેશે

હાલ, ભાજપના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા સહીત અન્ય નેતાઓ ભોપાલ રાજભવન ખાતે પહોંચી ચુક્યા છે. 20 કેબિનેટ મંત્રીઓ અને 8 રાજ્ય મંત્રીઓ શપથ લેશે.

સિંધિયાના સમર્થકોને મળશે જગ્યા

કોંગ્રેસની કમલનાથ સરકારને તોડી પાડવામાં જ્યોતિરાદિત્ય સિંધીયાનો મહત્વનો રોલ રહ્યો છે. તેઓ પોતાના 20 સમર્થકો સાથે ભાજપમાં સામેલ થયા હતા. એવામાં હવે નવા બનનારા મંત્રીમંડળમાં તેમના ઘણા સમર્થકોને સ્થાન મળી શકે છે, સિંધિયા પોતે પણ શપથ કાર્યક્રમમાં સામેલ થવા ભોપાલ આવશે.

છેલ્લા કેટલાંક દિવસ, મંત્રીમંડળના વિસ્તાર માટે ભોપાલથી છેક દિલ્હી સુધી હલચલ ચાલી રહી હતી. શિવરાજ સિંહ ચૌહાણ મંત્રીમંડળ પર મંથન કરવા ભાજપના કેન્દ્રીય નેતૃત્વ સાથે ચર્ચા કરવા આવ્યા હતા. આ ઉપરાંત તેમને જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે પણ મુલાકાત કરી હતી.

સિંધિયાના સમર્થક તુલસી સિલાવટ અને ગોવિંદસિંહ રાજપૂતને પહેલા જ શીરાજસિંહ ચૌહાણ સરકારની કેબિનેટમાં મંત્રી તરીકે એપ્રિલમાં જ સ્થાન મળી ચૂક્યું છે. આજે થનાર મંત્રીમંડળના વિસ્તારમાં સિંધિયા કેમ્પના 7થી 8 ધારાસભ્યોને મંત્રી પદ મળી શકે તેવી શક્યતા છે. સૂત્રો મુજબ, ભાજપે 6 લોકો ઉપરાંત બિસાહુલાલ સિંહ, એંદલ સિંહ કન્સાના અને હરદીપ સિંહ ડંગ ને પણ મંત્રી પદ આપવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે.

Related posts

રાજસ્થાનમાં પાયલોટ ફરી જોડાઈ શકે છે કોંગ્રેસમાં, નરમ પડ્યા હવે મનાવશે રાહુલને

Ankita Trada

કોરોના રોજ બનાવી રહ્યો છે નવો રેકોર્ડ: આજે વિશ્વમાં સૌથી વધારે કેસ ભારતમાં, 63 હજાર લોકોને લાગ્યો ચેપ

Ankita Trada

મહારાષ્ટ્રમાં ફરી એક વખત રાજકીય ઘમાસાણ: NCPના 12 ધારાસભ્યો જોડાઈ રહ્યાં છે BJPમાં, નવાબ મલિકે કર્યો આ ખુલાસો

Karan
Do NOT follow this link or you will be banned from the site!