GSTV

મધ્ય પ્રદેશમાં પેટાચૂંટણીને લઇને રાજકીય માહોલ ગરમાયેલો, કોંગ્રેસે મતદારોને આકર્ષવા 52 વાયદાઓ સાથેનું વચન પત્ર બહાર પાડ્યું

મધ્ય પ્રદેશમાં 28 વિધાનસભા બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીને લઇને રાજકીય માહોલ ગરમાયેલો છે. ત્યારે કોંગ્રેસે મતદારોને આકર્ષવા માટે 52 વાયદાઓ સાથેનું વચન પત્ર બહાર પાડ્યું. કોંગ્રેસે તેને 28 બેઠકોની જરૂરિયાત પ્રમાણે તૈયાર કર્યું છે. આ દરમિયાન રાજ્યના પૂર્વ સીએમ કમલનાથ, દિગ્વિજય સિંહ સહિત પાર્ટીના અન્ય નેતાઓ હાજર રહ્યા.

ખેડૂતોની ઋણ માફી મુદ્દે શિવરાજ સિંહ ખોટું બોલી રહ્યા છે

કોંગ્રેસના વચન પત્રમાં ગોવર્ધન સેવા યોજના, કોરોનાના મૃતકોના પરિજનો માટે પેન્શન, કોરોનાને રાજ્યસ્તરીય આફત જાહેર કરવી, ખેડૂતો માટે ઋણ માફી વગેરે બાબતો સામેલ છે. કમલનાથે આ તબક્કે રાજ્યની શિવરાજ સિંહ સરકારને નિશાને લેતા કહ્યું હતુ કે કોંગ્રેસની સરકારે 15 મહિનામાં 974 વચનમાંથી 574 વચન પૂર્ણ કર્યા હતા. કમલનાથે આરોપ લગાવ્યો કે ખેડૂતોની ઋણ માફી મુદ્દે શિવરાજ સિંહ ખોટું બોલી રહ્યા છે.

READ ALSO

Related posts

દશેરા રેલીમાં ગરજ્યા ઉદ્ધવ ઠાકરે: ભારતમાં ક્યાંય PoK છે તો તે પીએમ મોદીની નિષ્ફળતા

pratik shah

પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કારગીલ યુધ્ધને લઇને કરેલા દાવાથી મચ્યો હડકંપ

Nilesh Jethva

દેશભરમાં કોરોનાના આતંક વચ્ચે દશેરા નિમિતે રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!