GSTV
Home » News » અધિકારીએ લાંચ માંગી તો આ વ્યક્તિએ કાર સાથે ભેંસ બાંધી આપી અને…

અધિકારીએ લાંચ માંગી તો આ વ્યક્તિએ કાર સાથે ભેંસ બાંધી આપી અને…

તમારી પાસે જો કોઈ અધિકારી લાંચ માંગે તો તમે શું કરશો?  તમે લાંચ આપશો? અને જો તમારી પાસે પૈસા નહીં હોય તો તમે શું કરશો? મધ્ય પ્રદેશના વિદિશા જિલ્લાનો એક રસપ્રદ મામલો સામે આવ્યો છે. અહીંના સિરોંજ તાલુકામાં નાયાબ તાલુકા અધિકારીએ જ્યારે એક વ્યક્તિ પાસે 25 હજીર રૂપિયાની લાંચ માંગી તો તેણે અધિકારીની ગાડીને પોતાની ભેંસ સાથે બાંધી દીધી અને ગાડી સાથે બંધાયેલી આ ભેંસની સોશિયલ મીડિયાથી લઈને છાપામાં પણ ચર્ચા થઈ રહી છે.

હકીકતે સિરોઝના જ રહેવાસી ભુપેન્દ્ર સિંહનું કહેવું છે કે તે પાછલા 6 મહિનાથી પોતાના પરિવારની જામીનના ચક્કરમાં અધિકારીની પાસે આવે છે. પરંતુ તે કામ કરવાની ના પાડી રહ્યા છે અને પૈસાની માંગ કરી રહ્યા છે. મારી પાસે પૈસા નથી. મારી પાસે મારી ભેંસ જ સૌથી વધુ કિંમતી છે. માટે મેં તેજ આપી દીધી છે.

જેકે ભુપેન્દ્ર સિંહ દ્વારા લગાવવામાં આવેલા આરોપ પર નાયાબ તાલુકા અધિકારી સિદ્ધાર્થ સિંઘલે જવાબ આપ્યો છે અને તેમણે દરેક આરોપોને નકાર્યા છે.

સિદ્ધાર્થ સિંઘલનું કહેવું છે કે ભુપેન્દ્ર સિંહે આ બધુ પબ્લિસિટિ માટે કર્યું છે. જોકે જ્યારે તેમને ભુપેન્દ્ર સિંહના પેન્ડિંગ કામ વિશે પુછવામાં આવ્યું તો તેમણે મૌન ધારણ કરી લીધું.

જોકે લાંબી બહેસ બાદ ભુપેન્દ્ર સિંહ પોતાની ભેંસ પાછી લગઈ ગયો અને પોતાનું મેમોરેન્ડમ મુખ્યમંત્રી માટે છોડી ગયા. તેમણે આ મેમોરેન્ડમને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટને સોંપી દીધુ છે. એસડીએમનું કહેવું છે કે ભુપેન્દ્ર સિંહ દ્વારા જે આરોપ લગાવવામાં આવી રહ્યા છે તેની તપાસ ચાલી રહી છે.

Read Also

Related posts

ડાયમંડ સીટી સુરતમાં ફરી એક વખત હત્યા, શંકાસ્પદ હાલતમાં યુવકની લાશ મળી આવી

Mayur

ઉન્નાવ ગેંગરેપ પર યોગી સરકાર ઘેરાઈ, પૂર્વ મુખ્યમંત્રીના વિધાનસભામાં ધરણા પર ઉતર્યા

Mayur

‘કિતની બાર બોલા મઇ તેરે કો… Virat કો મત છેડ ‘, અમિતાભ બચ્ચને ખાસ અંદાજમાં વેસ્ટઇન્ડીઝના બોલર્સને ચેતવ્યાં

Bansari
Do NOT follow this link or you will be banned from the site!