GSTV
Home » News » હાથમાં તલવાર લઈને આત્માને લેવા પહોંચ્યા પરિવારના સદસ્યો, હોસ્પિટલમાં કર્યું આવુ તંત્ર-મંત્ર

હાથમાં તલવાર લઈને આત્માને લેવા પહોંચ્યા પરિવારના સદસ્યો, હોસ્પિટલમાં કર્યું આવુ તંત્ર-મંત્ર

મધ્યપ્રદેશના રતલામ જિલ્લા હોસ્પિટલમાં તંત્ર-મંત્રની ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિજ્ઞાનના આ જમાનામાં પણ એવી તસ્વીર હેરાન કરી દેશે. હોસ્પિટલમાં અંધવિશ્વાસની ચરમ સીમા ત્યારે આવી જ્યારે આત્મીને હોસ્પિટલથી લઈ જવાની વાત કહીન ડ્રેસિંગરૂમમાં તંત્ર-મંત્રનો સહારો લેવામાં આવ્યો. લોકોએ તેને આદિવાસી પરંપરાનો ભાગ જણાવ્યો. ત્યાંજ હોસ્પિટલ પ્રશાસન ચુપચાપ આ અંધશ્રદ્ધાને જોતો રહ્યો અને રોકવાની તસ્દી પણ ન લીધી.

હકીકતે જિલ્લા હોસ્પિટલના ડ્રેસિંગ રૂમમાં એક પરિવાર તંત્ર-મંત્રનો સહારો લેતા જોવા મળ્યો. આદિવાસી સમુદાય સાથે સંબંધ ધરાવતા લોકોએ તેને પોતાની પરંપરાનો ભાગ ગણાવ્યો. આત્માની શાંતિના નામ પર અમુક લોકો જિલ્લા હોસ્પિટલના ડ્રેસિંગ રૂમમાં આવ્યા. તેમના હાથમાં તલવાર હતી. સાથે જ તે મંત્રોચ્ચાર કરી રહ્યા હતા. થોડી વાર સુધી તંત્ર-મંત્ર કર્યા બાદ તે લોકો પોતાના ઘરે જતા રહ્યા.  

હોસ્પિટલ પ્રસાશને પણ ન રોક્યા

ત્યાંજ જિલ્લા હોસ્પિટલમાં અધિકારીઓની સામે જ આ બધુ થતુ રહ્યું. કોઈ પણ તેમને રોકવા કે સમજાવવા સામે ન આવ્યું. ત્યાં જ મામલાનો વીડિયો સામે આવ્યા બાદ હવે અધિકારીઓ તેને ખોટુ જમાવી રહ્યા છે.

Related posts

વડોદરાની MS યુનિવર્સીટીનાં પ્રોફેસરે કર્યુ કાંઇક એવું કે તે ફરજ પર રહેશે પણ કામ નહીં કરી શકે

Riyaz Parmar

આયુર્વેદના જણાવ્યા અનુસાર શ્રાવણમાં નહી ખાવી જોઈએ આ વસ્તુઓ

Kaushik Bavishi

મામાના ખુનનો બદલો લેવા ભાણેજે રચ્યુ આ કાવતરૂ, પોલીસે કર્યો ખુલાસો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!