GSTV
Home » News » દિગ્વિજયે પુછ્યુ- ખાતામા આવ્યા રૂ. 15 લાખ? મંચ પર ચઢેલા યુવકે મોદીનાવખાણ કરતા ધક્કો મારી ઉતાર્યો

દિગ્વિજયે પુછ્યુ- ખાતામા આવ્યા રૂ. 15 લાખ? મંચ પર ચઢેલા યુવકે મોદીનાવખાણ કરતા ધક્કો મારી ઉતાર્યો

મધ્ય પ્રદેશની ભોપલ લોકસભા સીટ પરના કોંગ્રેસ ઉમેદવાર દિગ્વિજય સિંહની ચૂંટણી સભાનો રસપ્રદ વીડિયો વાયરલ થયો છે. જેમાં મંચ પર અચાનક ચઢેલો યુવાન PM મોદીનાં કરવા લાગ્યો હતો વખાણ, ત્યારબાદ દિગ્વિજય સિંહે યુવકને મંચ પરથી નીચે ઉતારી દીધો હતો.

ભોપાલની ચૂંટણી સભા દરમ્યાન દિગ્વિજય સિંહે લોકોને પૂછ્યુ હતુકે, શું કોઈના ખાતામાં 15 લાખ રૂપિયા આવ્યા છે? તેના જવાબમાં યુવકે હા પાડતા તેને મંચ પર બોલાવવામાં આવ્યો હતો. ત્યારબાદ યુવકે માઈક પર અચાનક પીએમ મોદીના ગુણગાન ગાવાનું શરૂ કર્યુ હતુ. તે એરસ્ટ્રાઈકના વખાણ કરવા લાગ્યો હતો. ત્યારે ભડકેલાં દિગ્વિજય સિંહે યુવકને જબરદસ્તી ધક્કો મારીને મંચ પરથી નીચે ઉતારી દીધો હતો.

ભોપાલ સીટ પર કોંગ્રેસ તરફથી દિગ્વિજય સિંહને ઉમેદવાર બનાવતા બીજેપીએ ભોપાલ સીટ પરથી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ઉતારવાની જાહેરાત કરી છે. ત્યારબાદ આ સીટ પર ચૂંટણી મુકાબલો રસપ્રદ બન્યો છે.

Related posts

જોફ્રા આર્ચરની 148 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે આવેલી બોલ સ્મિથના ગળામાં વાગી અને…

Mayur

અક્ષય કુમારની ફિલ્મ ‘મિશન મંગલ’નું બોક્સ ઓફિસ પર શાનદાર પરફોર્મન્સ, કરી આટલા કરોડની કમાણી

Arohi

‘હવે જમ્મુ કાશ્મીરને ભૂલી જાઓ અને POK વિશે વાત કરો’ રાજનાથની પાકિસ્તાનને ચેતવણી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!