મધ્યપ્રદેશમાં ચૂંટણી સંગ્રામમાં એસસી-એસટી એક્ટ વિરુદ્ધ સવર્ણોનો ગુસ્સમાં છે. અને તેને કારણે રાજકીય પક્ષોને મોટો ઝટકો આપી શકે છે. મધ્યપ્રદેશમાં અનુસૂચિત જાતિ માટે અનામત 35 બેઠકો પર સામાન્ય અને ઓબીસીના કુલ મતદાર એસસીથી વધારે છે. એવામાં જ્યારે મધ્યપ્રદેશમાં અનામત વિરોધી આંદોલન ગતિ પકડી રહ્યું છે. ત્યારે સામાન્ય અને ઓબીસી મતદારો કોના તરફ જશે તે અનુમાન લગાવવો દરેક રાજકીય પક્ષ માટે કપરું થઈ પડ્યું છે.
મધ્યપ્રદેશમાં રાજકીય સમીકરણો બદલાયા છે. ભાજપની શિવરાજસિંહ ચૌહાણ સામે મોટાભાગનો વર્ગ નારાજ છે. તો કોંગ્રેસ તેનો ફાયદો ઉઠાવીને સત્તા મેળવવાના પ્રયાસો કરી રહી છે. સવર્ણો એસસી-એસટી એક્ટના વિરોધમાં છે.
મધ્યપ્રદેશમાં 35 એસસી અનામત બેઠક છે. અને તેમાંથી 28 પર ભાજપનો કબજો છે. પાંચ બેઠકમાં દેવસરમાં 47 ટકા, પરાસિયામાં 45 ટકા, આમલા, ગોટેગાંવ અને માહેશ્વરમાં 41 ટકા મતદાતા છે. પણ એસસી અને એસટી વોટ 31થી 34 ટકા વચ્ચે છે. જેનાથી આ બેઠકો પર સામાન્ય, ઓબીસી અને અલ્પસંખ્યક વોટ નિર્ણાય સાબિત થઈ શકે છે. જોકે એસટી માટે અનામત બેઠકો પર એવું નથી. ત્યાં મોટી સંખ્યામાં આદિવાસી અને એસસી મતદારો છે.
મધ્યપ્રદેશમાં અનામત બેઠકો પર એસસી મતદારોની સંખ્યા 15થી 28 ટકાની આસપાસ છે. આ બેઠકોને એટલા માટે અનમત જાહેર કરાઈ છે કે તે જિલ્લામાં આ બેઠકો પર સૌથી વધારે એસસી મતદારો છે. એવી રીતે એસટી માટે બેઠકોને અમનામત કરતા સમયે તે વિસ્તારમાં એસસી મતદારોની લઘુત્તમ સંખ્યાની શરત નથી. તેને કારણે ભોપાલ જિલ્લામાં વર્ષ 2008માં બેઠકોની કુલ સંખ્યા ચારમાંથી સાત કરાતાં બેરાસિયા બેઠકને એસસી માટે અનામત જાહેર કરાઈ હતી.
મધ્યપ્રદેશમાં એ નિર્ણય કરાયો કે જિલ્લામાં એસસીની કુલ વસતી 17 ટકા થાય ત્યારે એક બેઠક તેમના માટે અનામત કરવામાં આવે. આ બેઠક પર હવે બીનઅનામત શ્રેણીના મતદારો વિધાનસભા ચૂંટણીમાં એસસી ઉમેદવારોનું ભાગ્ય નક્કી કરશે. તો આ વખતે વિધાનસભા ચૂંટણીમાં જાતિ આધારિત અનામત અને એસસી-એસટી એક્ટમાં બદલાવ વિરુદ્ધ સવર્ણ મતદારો ગુસ્સાં છે. ત્યારે જાતિઓ વચ્ચે તનાવથી વોટોમાં કમી થાય તો ભાજપને નુકસાન થઈ શકે છે તેવી સ્થિતિ સર્જાઈ છે.