GSTV

પેટમાં કાળી લ્હાય હતી, વતન ભણી નજર, આરામ માટે સૂતા અને સૂતા જ રહી ગયા

Last Updated on May 9, 2020 by Alap Ramani

150 રોટલીઓ અને એક ટિફિન ચટણી લઈને નીકળી પડ્યા હતા, 16 લોકો માટે અંતિમ યાત્રા બની ગઈ, આંખો ખુલી તો પાસે રોટલી અને દૂર સુધી મૃતદેહો પડી રહ્યા હતા. જાલનાની એક સળિયાની ફેક્ટ્રી. 45 દિવસ પહેલા લોકડાઉનના કારણે આ ફેકટ્રી બંધ થઈ ગઈ. રોજ કમાનારા મજૂરોને બે ટાઈમના ખાવાના પણ ફાફા પડી ગયા. તેમની પાસે કહેવાના થોડા પૈસા હતા. એક મહિના સુધી જેમતેમ કરીને કામ ચલાવ્યું. પછી સામાજિક સંગઠનો અને સરકારના ભરોસે રહ્યાં. પેટ ભરવાની મદદ પણ ત્રણ દિવસે એક જ વખત મળી રહી હતી. આ દરમિયાન એક સમાચાર આવ્યા. એવામાં એવી માહિતી મળી કે, બીજા રાજ્યોના મજૂરોને ઘરે મોકલવા માટે ઔરંગાબાદ કે ભૂસાવળથી કોઈ ટ્રેન ઉપડવાની છે.

આ યાત્રા અંતિમ સાબિત થઈ

મધ્યપ્રદેશના 20 મજૂરો રેલવે ટ્રેકથી પ્રવાસે નીકળી પડ્યા. તેમની પાસે માત્ર 150 રોટલીઓ અને એક ટિફિન ચટણી હતી. આ 16 મજૂર માટે આ યાત્રા અંતિમ સાબિત થઈ ગઈ હતી. મજૂરોએ તો વિચાર્યું કે, ઘરે પહોંચી જઈશું. ગુરુવારે તેમણે ભેગા મળીને 150 રોટલીઓ બનાવી. એક ટિફિન ચટણી પણ હતી, જેથી સૂકી રોટલી મોમાંથી પેટ સુધી સરળતાથી ઉતરી શકે. થોડી વાર બાદ આ મજૂરો ભુસાવળ માટે નીકળી પડ્યા. તમામની ઉંમર 21થી 45 વર્ષની હતી. કેટલાક શહડોલ જિલ્લાના હતા તો કેટલાક કટનીના. ઔરંગાબાદ જિલ્લાના કરમાડ સુધી પહોંચ્યા ત્યારે મધરાત થઈ ગઈ હતી. વિચાર્યું ખાવાનું ખઈને થોડો આરામ કરી લઈએ. ફરી તમામને ઉંધ આવી ગઈ.

“પેટમાં કાળી લ્હાય હતી, વતન ભણી નજર
લોખંડના પાટાને પથ બનાવીને વધ્યા એક એક કદમ
સુક્કી રોટલી સાથે હતી લઈને નીકળ્યા જાણે મોતની સફર
રાત્રિનો અંધકાર થયો”

ટ્રેક પર બેસીને જ ખાવા લાગ્યા

સજ્જન સિંહ આ ગ્રુપમાં હતા. તેઓ બચી ગયા હતા. કહે છે કે, ભૂખ લાગી હતી સાહેબ. ટ્રેક પર બેસીને જ ખાવા લાગ્યા હતા. અમને તે સાફ અને સુરક્ષિત લાગ્યા. ખાવાનું પુરું થઈ ગયું. કેટલાક ઈચ્છતા હતા કે, મુસાફરી ફરીથી શરૂ કરવામાં આવે. કેટલાક એવું કહેતા હતા કે થોડો આરામ કરવામાં આવે. પછીથી આરામ કરવાની સહમતિ બની. જ્યારે ઉંઘ પુરી થઈ તો આંખ સમક્ષ ભયાનક દ્રશ્ય હતું. મારી નજીક ઈંટરલાલ સૂઈ રહ્યાં હતા. તેમણે મને ખેંચી લીધો.

આ કારણે થઈ ભૂલ

સજ્જન આગળ કહે છે કે, આંખ ખુલી તો હોશ આવ્યો. અમે વિચાર્યું હતું કે ટ્રેન તો બંધ છે. આ કારણે ટ્રેક પર કોઈ ગાડી આવશે નહિ. આજુ-બાજુ ઝાડીઓ હતી. આ કારણે ટ્રેક પર જ સૂવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ટ્રેન જ્યારે રોકાઈ ત્યાં સુધીમાં તો બધુ પુરુ થઈ ગયું હતું. 16 સાથીઓના શબ ટ્રેક પર પડ્યા હતા. કોઈને પણ ઓળખવા મુશ્કેલ હતા.

લોકો પાસે મદદ માંગી

સજ્જનના જણાવ્યા મુજબ પહેલા તો એવું લાગ્યું કે કોઈ ખરાબ સપનું છે. જોકે, થોડીક જ વારમાં આ સત્યતાની ખબર પડી. 20માંથી ચાર જીવતા બચ્યા. ડરને થોડો દૂર કર્યો, ટ્રેકથી થોડા દૂર બનેલા એક ઘરે પહોંચ્યા અને મદદ માંગી. તેમણે પાણી પીવડાવ્યું અને પછી આ અંગે અમે પોલીસને માહિતી આપી હતી.

READ ALSO

Related posts

કામનું / પગારમાં થયો કપાત અથવા PFમાંથી રૂપિયા ઉપાડ્યા! ITRમાં બતાવવું જરૂરી, નહીંતર ઉભી થઇ શકે છે અનેક સમસ્યાઓ

Zainul Ansari

અમદાવાદ જીલ્લા પંચાયત અને વિવાદ જાણે કે એક બીજાના પર્યાય, સભ્યો દ્વારા જ અંદરો અંદર વિવાદનો સુર થયો ઉભો

pratik shah

નવો ખુલાસો/ નાસાને મંગળગ્રહ પરથી એવું મળ્યું કે નવા સંશોધનો થઈ જશે સરળ, આ વસ્તુના મોટા મોટા બન્યા છે તળાવો

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!